Upper Cast Reservation: Just A Day Not Even Cabinet Ministers Knew About It
  • Home
  • Featured
  • એક જ દિવસમાં PM મોદીએ એવો નિર્ણય લીધો કે બધા મંત્રીઓ થઇ ગયા સ્તબ્ધ

એક જ દિવસમાં PM મોદીએ એવો નિર્ણય લીધો કે બધા મંત્રીઓ થઇ ગયા સ્તબ્ધ

 | 9:50 am IST

આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે સંવિધાનમાં સંશોધનવાળા બિલનું પ્રપોઝલ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે માત્ર એક દિવસમાં તૈયાર કર્યું હતું. આ અંગે કેન્દ્રીય મંત્રીઓને પણ માહિતી અપાઇ નહોતી. કહેવાય છે કે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પોતાની વોટ બેન્કને ખુશ કરવા માટે મોદી સરકારે આ નિર્ણય લીધો.

એક દિવસમાં બનાવી કેબિનેટ નોટ
સૂત્રોએ કહ્યું કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે સોમવારના રોજ મીટિંગ માટે કેબિનેટ નોટ એક દિવસમાં બનાવી હતી. તેને મંત્રીઓને પણ દેખાડાઇ નહોતી. એક વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે સરકાર સંવિધાન સંશોધન બિલ પ્રસ્તુત કરવાની યોજના બનાવી રહ્યું હતું. નિર્ણય ઉચ્ચતમ સ્તર પર લેવાયો અને મંત્રાલયને એક પ્રપોઝલ તૈયાર કરવા માટે કહ્યું હતું.

કાયદા મંત્રાલય કરી રહ્યું છે સુધાર
મંત્રાલયે પ્રપોઝલ તૈયાર કરવા માટે આર્થિક રીતે પછાત વર્ગોની પરિભાષા માટે પહેલેથી જ આપેલા માપદંડનો ઉપયોગ કર્યો. જો કે મંત્રીમંડળમાંથી તેને સ્વીકૃતિ મળી ગઇ છે, પરંતુ હજુ કાયદા મંત્રાલય સંવિધાનમાં સંશોધનને લઇ તેમાં કેટલાંક સુધારા કરી રહ્યું છે.

આ બિલની સાથે મોદી સરકારે ઉપલી જાતિઓની પોતાની મુખ્ય વોટબેન્કને ખુશ કરવાની કોશિષ કરી છે. તેની સાથે જ તેના પ્રમુખ વિપક્ષી દળ કૉંગ્રેસે આ મુદ્દાને પણ વધાવી લીધો છે. કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના પહેલાં કાર્યકાળ દરમ્યાન સવર્ણોથી સંબંધિત અનામત પર મંતવ્ય આપવા માટે જનરલ એસ આર સિન્હાના નેતૃત્વમાં 2006મા એક કમિટી બનાવી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ 2010મા આપ્યો હતો. જો કે ત્યારબાદ સરકારો એ રિપોર્ટ પર કોઇ પગલાં ઉઠાવ્યા નહોતા.

ભાજપનું આંતરિક સર્વેક્ષણ પણ આ બિલનું કારણ
રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ સરકારને આ પ્રકારના પગલાં ઉઠાવાની જરૂરિયાત મહેસૂસ થઇ હતી. ભાજપના આંતરિક સર્વેક્ષણોથી ખબર પડી કે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગને સંવિધાનમાં સંશોધન દ્વારા સંવૈધાનિક દરજ્જો આપવાની મતદાતાઓ પર કોઇ અસર પડતી નથી.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સમર્થન આપી રહેલા ઓબીસીને આ વખતે કૉંગ્રેસે પોતાના પક્ષમાં કરવામાં સફળતા પ્રાપ્ત કરી અને આ બંને રાજ્યોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો. સરકારના એક મંત્રીએ કહ્યું કે આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતના પ્રસ્તાવ પર સિન્હો કમિટીના 2010મા રિપોર્ટ આપ્યા બાદથી વાતો થઇ રહી હતી, પરંતુ તેને લઇ હજુ પગલાં ઉઠાવાનું કારણ હાલના વિધાનસભા ચૂંટણી પરિણામો હતા. આપણે પોતાના કોર વોટરોને ફરીથી સાથે લેવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન