URI Surpasses Five Films In Box Office Collection
  • Home
  • Entertainment
  • Bollywood
  • 8 દિવસમાં જ ‘ઉરી’એ કમાણીનાં મામલે 5 મોટી ફિલ્મોને પછાડી, આંકડો જાણી ચોંકી જશો

8 દિવસમાં જ ‘ઉરી’એ કમાણીનાં મામલે 5 મોટી ફિલ્મોને પછાડી, આંકડો જાણી ચોંકી જશો

 | 4:24 pm IST

‘રાઝી’ બાદ વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ 100 કરોડની ક્લબમાં સામેલ થવા પર છે. વર્ષ 2019ની શરૂઆત બોલીવુડ માટે ઘણી સારી રહી. ‘સિમ્બા’ બાદ ‘ઉરી’એ બૉક્સ ઑફિસ પર સનસનાટી મચાવી દીધી છે. ફક્ત 8 દિવસમાં ફિલ્મે લગભગ 80 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ સાથે ફિલ્મે ઘણી મોટી ફિલ્મોને પણ પછાડી દીધી છે. પહેલા અઠવાડિયાની કમાણીનાં આધારે ‘ઉરી’એ 5 મોટી ફિલ્મોને પછાડી દીધી છે.

‘ઉરી’ એક જેકપૉટ 

ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ‘ઉરી’ એક જેકપૉટ જેવી છે. ઉરીનાં કલેક્શને સોનૂ કે ટીટૂ કી સ્વીટી, રાઝી, સ્ત્રી અને બધાઈ હોને પછાડી દીધી છે.’ એક અઠવાડિયાની કમાણી પર નજર નાખીએ તો ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ 45.94 કરોડ, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મ ‘રાઝી’એ 56.59 કરોડ, ‘સ્ત્રી’એ 60.39 કરોડ અને ‘બધાઈ હો’એ 66.10 કરોડની કમાણી કરી હતી. જ્યારે ‘ઉરી’ આ ફિલ્મોથી ઘણી આગળ છે.

બીજા અઠવાડિયે જ 100 કરોડની ક્લબમાં સામેલ થઇ જશે

માનવામાં આવે છે કે ‘ઉરી’ બીજા અઠવાડિયે જ 100 કરોડની ક્લબમાં સામેલ થઇ જશે. 25 કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મને લગભગ 800 સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવી છે. ‘ઉરી’ ફિલ્મ સપ્ટેમ્બર 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. ગત રાત્રીએ વિકી કૌશલે ‘ઉરી’ ફિલ્મની સ્પેશલ સ્ક્રીનિંગ રાખી હતી. સ્ક્રીનિંગમાં આલિયા ભટ્ટ, અદિતી રાવ હૈદરી, જાવેદ અખ્તર, બોની કપૂર અને દિયા મિર્ઝા સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.