Urmila Matondkar Statement Against Kangana Ranaut
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કંગના રનૌત વિરુદ્ધ હવે મેદાને ઉતરી ઉર્મિલા માતોંડકર, નિવેદનથી સળગી રહેલી આગમાં હોમ્યું ઘી

કંગના રનૌત વિરુદ્ધ હવે મેદાને ઉતરી ઉર્મિલા માતોંડકર, નિવેદનથી સળગી રહેલી આગમાં હોમ્યું ઘી

 | 5:34 pm IST

અભિનેત્રી કંગના રનૌત બોલીવુડના ડ્રગ્સ કનેક્શનને લઇને મહારાષ્ટ્ર સરકારથી લઇને બોલીવુડના જાણીતા કલાકારોને આડેહાથ લઇ રહી છે. આ દરમિયાન જયા બચ્ચન અને હેમા માલિનીએ આખી ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરવા પર વાંધો ઉઠાવ્યો છે. હવે એક્ટ્રેસ અને કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકરે કંગના પર નિશાન સાધ્યું છે.

શું તેમને ખબર નથી કે હિમાચલ ડ્રગ્સનો ગઢ છે?

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, તેમને ડ્રગ્સને લઇને લડાઈ કરવી છે તો તેમણે પોતાના રાજ્ય હિમાચલ પ્રદેશથી શરૂઆત કરવી જોઇએ. કૉંગ્રેસ તરફથી નૉર્થ મુંબઈની સીટથી લોકસભા 2019ની ચૂંટણી લડી ચુકેલી ઉર્મેલા માતોંડકરે કહ્યું કે, “આખો દેશ ડ્રગ્સની સમસ્યાથી ઝઝુમી રહ્યો છે. શું તેમને ખબર નથી કે હિમાચલ ડ્રગ્સનો ગઢ છે? તેમણે આ લડાઈ પોતાના ગૃહરાજ્યથી શરૂ કરવી જોઇએ.”

કેટલાક લોકો બસ રોદણાં રોતા રહે છે

ઉર્મિલાએ કહ્યું કે, “જે વ્યક્તિને ટેક્સપેયર્સના પૈસાથી Y સિક્યોરિટી આપવામાં આવી છે તે ડ્રગ લિંકની જાણકારી પોલીસને કેમ નથી આપતી? મુંબઈ સૌની છે અને હું તેની વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક કટાક્ષ સહન નહીં કરું.” અભિનેત્રીએ કહ્યું કે, “જો કોઇ વ્યક્તિ દરેક સમયે બડબડ કરી રહ્યો છે તો તેનો મતલબ એ નથી કે તે વ્યક્તિ સાચું જ કહી રહ્યો છે. કેટલાક લોકો બસ રોદણાં રોતા રહે છે, વિક્ટિમ કાર્ડ રમતા રહે છે, આ બધું નથી ચાલતુ તો મહિલા કાર્ડ રમવા લાગે છે.”

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન