urvashi rautela amazing expression while performing dance rehearsal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉર્વશી રૌતેલાએ પ્રેક્ટિસ વખતે નીચે સુઈને એવા એક્સપ્રેશન આપ્યા કે, વીડિયો જોનારાં કાયલ થઈ ગયાં!

ઉર્વશી રૌતેલાએ પ્રેક્ટિસ વખતે નીચે સુઈને એવા એક્સપ્રેશન આપ્યા કે, વીડિયો જોનારાં કાયલ થઈ ગયાં!

 | 4:42 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં દુબઇમાં છે. ત્યાંથી તે ઘણીવાર ફોટા અને વીડિયો શેર કરતી હોય છે. ત્યારે હાલમાં જ ઉર્વશી (Urvashi Rautela)એ ડાન્સ રિહર્સલ કરતો એક વીડિયો શેર કર્યો છે, જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેના પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં ઉર્વશી તેની દક્ષિણ ભારતીય ફિલ્મ ‘બ્લેક રોઝ’ ના ગીત પર ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા  (Urvashi Rautela) જે રીતે ડાન્સ કરી રહી છે તે જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે ઉર્વશીએ આ ગીત માટે ખૂબ મહેનત કરી છે.

આ વીડિયો ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ તેના ઇન્સ્ટાગ્રામ પર થોડા કલાકો પહેલાં જ શેર કર્યો છે અને અત્યાર સુધી આ વીડિયોને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, એટલું જ નહીં આ વીડિયો પર હજારો ફેન્સએ ટિપ્પણીઓ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ઉર્વશી  (Urvashi Rautela) તેના ગ્લેમરસ ફોટા અને વીડિયોને કારણે ઘણીવાર સોશિયલ મીડિયા (Social media) પર ચર્ચામાં રહે છે અને હાલમાં પણ આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન