Urvashi Rautela finally opens up about Boney Kapoor slapping her butt
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બોની કપૂરે ઉર્વશીને એવી જગ્યાએ ટચ કર્યું કે લોકોએ 7 દિવસ અભિનેત્રીને નોનસ્ટોપ ફોન કર્યા

VIDEO: બોની કપૂરે ઉર્વશીને એવી જગ્યાએ ટચ કર્યું કે લોકોએ 7 દિવસ અભિનેત્રીને નોનસ્ટોપ ફોન કર્યા

 | 3:17 pm IST

કેટલાક મહિના પહેલા હીરોઈન ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. કે જેમાં બોની કપૂરે ઉર્વશીને એવી જગ્યાએ ટચ કર્યું હતું કે વિવાદ થઈ ગયો હતો. આ વાત પર ઉર્વશીએ નિરાશા પણ વ્યક્ત કરી હતી. હવે 5 મહિના પછી ઉર્વશીએ આ વાત પર પ્રતિક્રિયા આપી છે.

એક વેબસાઈટ સાથે વાત કરતા ઉર્વશી રૌતેલાએ કહ્યું કે, બસ એ વાતને કારણ વગર મોટી કરવામાં આવી હતી. રાતોરાત બધી જગ્યાએ વીડિયો વાયરલ થયો હતો. પરંતુ એવું કશું ન હતું. અભિનેત્રીએ આગળ વાત કરી કે હું સુપર સ્ટાર અજિત સાથે એક ફિલ્મમાં કામ કરવાની હતી. આ એક તમિલ ફિલ્મ હતી કે જે મારા વ્યસ્ત સમયનાં લીધે હું નહોતી કરી શકી. હું એને પહેલાથી જ ઓળખતી હતી. કોઈ કારણોસર એના સાથે ફિલ્મ ના કરી શકી તો એવો મતલબ નથી કે મારા સંબંધો પુરા થઈ ગયા.

ઉર્વશીએ આગળ કહ્યું કે એ એક ખરાબ વાત છે. હું પાર્ટીમાં એન્ટ્રી કરી રહી હતી. બોની કપૂર ત્યા પહેલાથી જ હતા. જેના લગ્ન થવાના હતા તે પણ ત્યાં હાજર હતા. તો અમે બધા ફોટો પડાવી રહ્યા હતા. મને ફોટોગ્રાફીના એંગલ વિશે કોઈ ખ્યાલ નહોતો. જે રીતે ફોટો લેવામાં આવ્યો એ અજબ રીત હતી. માટે આ વાત મોટી બની ગઈ. 7 દિવસ સુધી મારો ફોન નોનસ્ટૉપ વાગતો રહ્યો.

આ વીડિયો વિશે બોની કપૂર સાથે ઉર્વશીની વાત થઈ હતી કે કેમ, આ વાત પર ઉર્વશીએ કહ્યું કે મે બોનીજી સાથે વાત કરી હતી. મને ખબર છે કે એના માટે પણ આ અજીબ વાત હતી. આ પહેલા પણ એક અખબારમાં આ રિપોર્ટ છપાયો હતો. ઉર્વશીએ આ વાત પર  પણ નારાજગી જતાવી હતી.

ઉર્વશીએ કહ્યું કે આ રીતે ન્યૂઝ છાપીને મહિલા શસક્તિકરણની વાતો કરો છો. દેશમાં એક સુપ્રીમ ન્યૂઝ પેપરમા આ ન્યૂઝ હતા. સારૂ જ થશે જો તમે મહિલાના પાવરની વાત ન કરો. જે પાર્ટીમાં આ ઘટના બની એ બોલિવૂડના પોપ્યુલર નિર્માતા જયંતીલાલ ગાઢાના દીકરાના લગ્ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન