અભિનેત્રી ઉર્વશી રાઉતેલાને આ કારણે મળી મારી નાંખવાની ધમકી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેત્રી ઉર્વશી રાઉતેલાને આ કારણે મળી મારી નાંખવાની ધમકી

અભિનેત્રી ઉર્વશી રાઉતેલાને આ કારણે મળી મારી નાંખવાની ધમકી

 | 2:56 pm IST

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાની ફિલ્મ ‘હેટ સ્ટોરી-4’ને રિલીઝની પહેલા જ વિવાદનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મનાં ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા એક ડાયલોગને લઇને ઉર્વશીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. લોકોનું કહેવું છે કે ઉર્વશીએ દ્રોપદીનું અપમાન કર્યું છે.

ફિલ્મનાં ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા એક ડાયલોગમાં ઉર્વશી પોતાની સરખામણી દ્રોપદી સાથે કરે છે. ઉર્વશી ડાયલોગમાં કહે છે કે, “દ્રોપદીને તો 5 પતિ હતા, જ્યારે અહીં તો 2 જ છે.” ફિલ્મનાં આ ડાયલોગથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે અને ફિલ્મ વિવાદમાં સપડાઇ છે. આ ડાયલોગને કારણે ઉર્વશીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. ફિલ્મમાં ઉર્વશી 2 ભાઇઓ સાથે અફેર કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ‘હેટ સ્ટોરી-4’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં બોલ્ડ સીન્સની ભરમાર છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહેલી ઉર્વશી રાઉતેલાએ ઇરોટિક ફિલ્મ કેટેગરીમાં આ ફિલ્મથી પદાર્પણ કર્યું છે.

આ ફિલ્મમાં કરણ વાહીની સાથે વિવાન ભતેના પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઇરોટિક ફિલ્મમાં અભિનેત્રી ઇહાના ધિલ્લોન પણ જોવા મળી રહી છે.

ટ્રેલર પ્રમાણે ઉર્વશી રાઉતેલા સ્ટાર બનવા ઇચ્છે છે અને એક ફોટોગ્રાફર(કરણ વાહી) તેને તેની મંઝિલ સુધી પહોંચાડે છે. ફિલ્મમાં કરણ અને વિવાને સગા ભાઇઓનું પાત્ર નિભાવ્યું છે, જેઓ એક જ છોકરીનાં પ્રેમમાં પડે છે અને એકબીજા સાથે ઝઘડે છે. આ દરમિયાન એક બીજી છોકરીનો પ્રવેશ થાય છે અને ફિલ્મની કહાનીમાં નવો વળાંક આવે છે. આ ફિલ્મ 9 માર્ચનાં રોજ રિલીઝ થશે.