urvashi rautela perform dangerous stunt as completed 45 million follower
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઉર્વશી રૌતેલાએ ઉંચી બિલ્ડિંગ પરથી કર્યો ખતરનાક સ્ટંટ, જૂઓ વીડિયો

ઉર્વશી રૌતેલાએ ઉંચી બિલ્ડિંગ પરથી કર્યો ખતરનાક સ્ટંટ, જૂઓ વીડિયો

 | 1:34 pm IST
  • Share

  •  ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો પોસ્ટ 

  • ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશીના 45 મિલિયન ફોલોઅર્સની ઉજવણી 

  • ઉર્વશીએ ઉંચી બિલ્ડિંગ પરથી કર્યો ખતરનાક સ્ટંટ 

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્વશીની ખાસ વાત એ છે કે તે પોતાના ફેન્સને પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ વિશે માહિતી આપતી રહે છે. જેના કારણે ફેન્સ હંમેશા તેની સાથે જોડાયેલા રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશીના 45 મિલિયન ફોલોઅર્સ છે. જેની ખુશી તેણે સોશિયલ મીડિયા પર ખતરનાક સ્ટંટકરી વ્યક્ત કરી છે. જેનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે

ઉર્વશીનો ખતરનાક સ્ટંટ

ઉર્વશી રૌતેલાએ 45 મિલિયન ફોલોઅર્સ કર્યા પછી ખતરનાક સ્ટંટ કરીને તેની ઉજવણી કરી છે. વીડિયોમાં તે દુનિયાની ટોચ પરથી સરકતી જોવા મળી રહી છે. આ કાચની નીચેની સ્લાઈડ છે જે દુબઈમાં આવેલી છે. આ સ્લાઈડ દ્વારા આખા દુબઈનો નજારો જોઈ શકાય છે. વીડિયોમાં ઉર્વશી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે કાચની ફ્રેમમાં સરકતી વખતે સહેજ પણ ડરેલી દેખાતી નથી. આ વીડિયો શેર કરતી વખતે ઉર્વશીએ લખ્યું- OMG 45 મિલિયન. હું વિશ્વની ટોચ પરથી સરકી રહી છું. હું તમને પ્રેમ કરું છુ.ગ્લાસ બોટમ સ્લાઈડમાં હું ઉજવણી કરી રહી છુ. ઉર્વશીનો આ વીડિયો તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને 7 લાખથી વધુ લોકોએ જોયો છે. ઉર્વશીના ફેન્સ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકતા નથી. એક ચાહકે કોમેન્ટ કરી કહ્યું..અભિનંદન. જ્યારે બીજાએ લખ્યું- ફેન્ટાસ્ટિક.

ઉર્વશી વેબ સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી ટૂંક સમયમાં રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશમાં જોવા મળશે. તેની પાસે અત્યારે પ્રોજેક્ટ્સની લાઇન છે. તે ટૂંક સમયમાં બોલિવૂડની સાથે તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળવાની છે. તે તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ધ લિજેન્ડથી ડેબ્યુ કરવા જઈ રહી છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે. આ સાથે તે બ્લેક રોઝ ફિલ્મમાં પણ જોવા મળશે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો