urvashi rautela playing cricket actress hit shot video viral
  • Home
  • Featured
  • ઉર્વશીની બેટિંગ જોઈ ફેન્સની આંખો પહોળી રહી ગઈ, વીડિયો જોઈને જ લાખો લોકો દંગ રહ્યાં!

ઉર્વશીની બેટિંગ જોઈ ફેન્સની આંખો પહોળી રહી ગઈ, વીડિયો જોઈને જ લાખો લોકો દંગ રહ્યાં!

 | 5:06 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો અવારનાવર વાયરલ થતાં રહે છે. તેની એક્ટિંગ અને ડાન્સના લોકો દિવાના છે. હવે ફરીથી એક હટકે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કે જેમાં ઉર્વશીનો બિલકુલ નવો જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્વશી શાનદાર રીતે બેટિંગ કરતી જોવા મળી રહી છે. ક્યારેક લેફ્ટ તો ક્યારેક રાઈટ બાજુ બોલને ફટકારી રહી છે.

ઉર્વશીએ આ વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે. જેને લાખો લોકોએ જોઈ નાંખ્યો છે. વીડિયોમાં ઉર્વશી પહેલા બેટ પકડતી જોવા મળી રહી છે. ત્યારબાદ શોટ પર શોટ મારતા જોવા મળી રહી છે. વીડિયોમાં ક્રિકેટ રમતાં રમતાં તેના ચહેરા પરની ખુશી પણ જોવાલાયક છે. દર્શકોને ઉર્વશીનો આ અંદાજ ખુબ જ ગમી રહ્યો છે. વીડિયો લાઈક્સ કરી શેર કરી રહ્યા છે. તો જુઓ ઉર્વશીનો આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન