urvashi rautela pool video viral on internet isolationship
  • Home
  • Entertainment
  • Bollywood
  • અંગ પ્રદર્શિત કરવાની શોખીન ઉર્વશીએ ઘરમાં રહીને પણ મોકો ન છોડ્યો, ધડાધડ 3 બોલ્ડ વીડિયો મૂક્યાં

અંગ પ્રદર્શિત કરવાની શોખીન ઉર્વશીએ ઘરમાં રહીને પણ મોકો ન છોડ્યો, ધડાધડ 3 બોલ્ડ વીડિયો મૂક્યાં

 | 4:17 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની સ્ટાઈલ અને બોલ્ડ અંદાજ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તે અવાર નવાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં જે રીતે દેશનો માહોલ છે અને કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું તો 21 દિવસ માટે આખો દેશ લોકડાઉન છે. માટે કોઈ ક્યાંય જઈ શકતું નથી અને બધા જ ઘરમાં પુરાઈને રહ્યા છે.

જો કે ઉર્વશી પણ ઘરમાં જ છે. પરંતુ તે અત્યારે પણ ફેન વચ્ચે પોતાના ફોટો અને વીડિયો શેર કરવાનું બંધ કરી રહી નથી અને હાલમાં જ તેણે ધડાધડ 3 બોલ્ડ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યા છે.

તેના દરેક વીડિયોને લોકોએ પ્રતિભાવ પણ આપ્યો છે અને હાલમાં આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. શેર કરવામાં આવેલા વીડિયો બધા જ બિકીનામાં છે. અથવા તો અંગ પ્રદર્શિત કરતાં છે.

વર્ક ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો ઉર્વશીનું ગીત એક ડાયમંડ દા હાર લેદે યાર રિલીઝ થયું છે. આ ગીતને સોશિયલ મીડિયા પર પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ પહેલા ઉર્વશી પાલગપંતીમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.

આ વીડિયો પણ જુઓ: કોરોના મુદ્દે અફવા ફેલાવનારા બે લોકોની ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન