urvashi rautela said to whom i love you on valentines day
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઉર્વશીના આવા વીડિયોથી ઘમાસાણ, ફેન્સ લાલચોળ થઈને બોલ્યાં-દેશી દારૂ પીને આવી કે શું?

ઉર્વશીના આવા વીડિયોથી ઘમાસાણ, ફેન્સ લાલચોળ થઈને બોલ્યાં-દેશી દારૂ પીને આવી કે શું?

 | 12:10 pm IST

અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા તેના ફોટોઝ અને બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેના એક વીડિયોના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે.આ પહેલા એક ફોટો વાયરલ કર્યો હતો કે જેમાં તે ફિલ્મ ભૂલ ભુલૈયાના મંજુલિકા પાત્ર જેવી લાગતી હતી. હવે ઉર્વશીએ પોતાનો એક વીડિયો શેર કરીને પોતાની જ મજાક ઉડાવી હોય એવું લાગી રહ્યું છે. આ વીડિયોમાં ઉર્વશી કોઈની પાસે માંગ કરે છે કે આઈ લવ હું બોલ.

ઉર્વશીએ આ વીડિયો કેપ્ચર કરતી વખતે દિલ્હીની છોકરીઓની મિમિક્રી કરી છે અને વીડિયો શેર કર્યો છે. તેણે પ્શનમાં લખ્યું કે- ‘આ વેલેન્ટાઇન વીક પર દિલ્હીની છોકરીઓ કંઈક આવી હશે- તમે કહો કે આઈ લવ યું, બસ એકવાર બોલી દો આઈ લવ યુ’ વીડિયોમાં ઉર્વશી વારંવાર આઈ લવ યુ બોલતી જોવા મળી રહી છે.

લોકોએ તેનો આ વીડિયો જોઈને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. કોઈ યુઝરે તેને સસ્તું ડ્રગ લીધું એમ કહ્યું તો કોઈને કહ્યું કે દારૂ પીને આવી છે શું?. તો કેટલાક લોકો તેની તુલના રાખી સાવંત સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – શું બહેન કંઈ ફૂંકી ગઈ છે? તો બીજા યુઝરે લખ્યું, ‘લાગે છે કે બોલિવૂડમાં બીજી રાખી સાવંત મળી આવી’. એક યુઝરે લખ્યું, ‘તમે પણ રાખી સાવંત બનવાના માર્ગે આગળ નીકળી ગયા છો. અમે હવે બીજી રાખી સાવંતને સહન કરી શકતા નથી. જો તેની ફિલ્મોની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાગલપંતી, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન