ઉર્વશી રાઉતેલાએ દુબઈમાં કર્યો ખતરનાક સ્ટન્ટ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઉર્વશી રાઉતેલાએ દુબઈમાં કર્યો ખતરનાક સ્ટન્ટ

ઉર્વશી રાઉતેલાએ દુબઈમાં કર્યો ખતરનાક સ્ટન્ટ

 | 9:07 am IST

આ વરસે રિલીઝ થયેલી હેટ સ્ટોરી-૪માં ચમકેલી ઉર્વશી રાઉતેલાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એ એક ખતરનાક સ્ટન્ટ કરતી નજરે પડે છે. ઉર્વશી હાલ દુબઈમાં વેકેશન માણી રહી છે અને ત્યાં એણે જિપલાઇન સ્ટન્ટ કર્યો હતો. અભિનેત્રીના જણાવ્યા મુજબ સૌથી લાંબા જિપલાઇન સ્ટન્ટ કરનારી એ પહેલી ભારતીય મહિલા બની છે. ઉર્વશીએ એની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, દુબઈમાં દુનિયાના સૌથી લાંબા જિપલાઇન સ્ટન્ટ કરનારી પહેલી ભારતીય મહિલા બની છું. એ સાથે એણે પૂરી ટીમનો આભાર માનતા લખ્યું કે તેમને કારણે આ સ્ટન્ટ કરી શકી.

પૂરા વીડિયો દરમિયાન ઉર્વશીના ચહેરા પર ક્યાંય ડરનો ભાવ દેખાતો નથી. ઉર્વશીએ કરેલો જિપલાઇન સ્ટન્ટ ૮૦ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. અને એની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર જેટલી હોવાનું જણાવાયું છે. ઉર્વશીએ શેર કરેલા વીડિયોને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.