ઉર્વશી અભિનિત હેટ સ્ટોરી ૪ માર્ચ ૨૦૧૮ના રોજ રિલીઝ થશે - Sandesh
NIFTY 10,786.95 +19.30  |  SENSEX 35,483.47 +39.80  |  USD 67.4175 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઉર્વશી અભિનિત હેટ સ્ટોરી ૪ માર્ચ ૨૦૧૮ના રોજ રિલીઝ થશે

ઉર્વશી અભિનિત હેટ સ્ટોરી ૪ માર્ચ ૨૦૧૮ના રોજ રિલીઝ થશે

 | 3:40 am IST

ઇરોટિક થ્રિલર ફિલ્મ હેટ સ્ટોરી ફ્રેન્ચાઇઝીનો ચોથો ભાગ બીજી માર્ચ ૨૦૧૮ના દિવસે રિલીઝ થવાનો છે જેની જાહેરાત સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર કરવામાં આવી છે. હેટ સ્ટોરી ૪માં અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઉપરાંત પંજાબી અભિનેત્રી ઇહાના ધિલ્લોન મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન વિશાલ પંડયાએ કર્યું છે. શનિવારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ઇહાનાએ ડેડી કૂલ મુંડે ફૂલ અને ટાઇગર જેવી પંજાબી ફિલ્મો કરી છે. ફિલ્મ હેટ સ્ટોરી ૪થી ઇહાના બોલિવૂડ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મમાં ભરપૂર સેક્સી દૃશ્યો હશે પરંતુ કોઇપણ ઉત્તેજક દૃશ્ય નહીં હોય એવી સ્પષ્ટ વાત વિશાલ પંડયાએ કરી છે.