US: 1 Fit Red Carpet For Welcoming Imran, People Making Fun of Him
  • Home
  • Featured
  • USમાં ઇમરાનની જોરદાર બેઇજ્જતી, 1 ફૂટનું રેડ કાર્પેટ જોઇ ખુદ પાકિસ્તાનીઓએ ઉડાવી મજાક

USમાં ઇમરાનની જોરદાર બેઇજ્જતી, 1 ફૂટનું રેડ કાર્પેટ જોઇ ખુદ પાકિસ્તાનીઓએ ઉડાવી મજાક

 | 6:59 pm IST

અમેરિકા પહોંચવા પર એક તરફ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાનની બેઇજ્જતી થઈ. પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન સાઉદી અરબનાં વિમાનથી ન્યૂયૉર્ક પહોંચ્યા તો તેમના સ્વાગત માટે કોઈ મોટા અમેરિકી અધિકારી હાજર નહોતા રહ્યા. પાકિસ્તાને શરમજનક સ્થિતિનો સામનો ત્યારે કરવો પડ્યો, જ્યારે ઇમરાનની આગળ રેડ કાર્પેટ પણ લગભગ એક ફૂટનો જ પાથરવામાં આવ્યો.

બીજી તરફ પીએમ મોદીનું હ્યૂસ્ટન પહોંચવા પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેમનું રેડ કાર્પેટ વેલકમ થયું અને અમેરિકી અધિકારીઓ પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી ભડકી ઉઠ્યા. પાકિસ્તાની મંત્રી અમેરિકામાં મોદીનાં ભવ્ય સ્વાગત અને પાકિસ્તાનની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અવગણના થતા ભડકી ઉઠ્યા હતા. કાશ્મીર મુદ્દે અમેરિકાને ભારતની સાથે આવતુ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી શેખ રશીદે કહ્યું, ‘કાશ્મીરનાં મુદ્દે અમેરિકા પર ભરોસો ના કરી શકાય.” રાશીદે આ મામલે એકમાત્ર ચીનને નજીકનું દોસ્ત ગણાવ્યું.

પાકિસ્તાની જ ઉડાવી રહ્યા છે મજાક

હવે પાકિસ્તાનનાં લોકો પણ ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું, “પીએમ ઇમરાન ખાનનું વિશાળ રેડ કાર્પેટ વેલકમ અમેરિકામાં થયું. અમેરિકાની વરિષ્ઠ અધિકારી મલીહા લોધી તેમના સ્વાગત માટે હાજર હતી.” ઉલ્લેખનીય છે કે મલીહા લોધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં રાજદૂત છે.

પાકિસ્તાનનાં મંત્રીએ મરવા-મારવાની આપી ધમકી

શેખ રાશીદે કહ્યું, “કાશ્મીર મુદ્દે અમેરિકાનો ભરોસો ના થઇ શકે. એક ચીન છે, જેની દોસ્તી પર વિશ્વાસ કરી શકાય છે.’ તેણે કાશ્મીરને લઇને અત્યંત ભડકાઊ ભાષણ આપતા કહ્યું કે, ‘કાશ્મીરની લડાઈ લડવામાં આવશે. પછી ભલે આમાં મરી જવાય કે મારી દેવામાં આવે.” પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં ભિંભરમાં રેલી દરમિયાન રાશીદે આ વાત કહી.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન