US Agrees Not To Levy New Tariffs On Chinese Export In Trump-Xi Meet
  • Home
  • Business
  • ડૉનાલ્ડ ટ્રમ્પ પડ્યા ઢીલા ઢફ, જિનપિંગ સાથે મુલાકાત બાદ કરી મોટી જાહેરાત

ડૉનાલ્ડ ટ્રમ્પ પડ્યા ઢીલા ઢફ, જિનપિંગ સાથે મુલાકાત બાદ કરી મોટી જાહેરાત

 | 6:50 pm IST

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કહ્યું હતું કે, તેમની આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત થઈ હતી જે શાનદાર રહી હતી. સાથે જ ચીન સાથેની વ્યાપાર સમજુતિ પાટા પર આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વાતચીતમાં ડૉનાલ્ડ ટ્રમ્પે આશ્વાસન આપ્યું છે કે તે ચીન પર હવે વધારે વસ્તુઓ પર ટ્યુટી નહીં લગાડે.

જાપાનના ઓસાકામાં આયોજીત જી20 સમ્મેલનની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા બંને રાષ્ટ્રપતિઓની મુલાકાત થઈ હતી. જેમાં દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને નુંકશાન પહોંચાડી રહેલા વ્યાપાર યુદ્ધ પર અંકુશ લાગવા પર સહમતિ બની છે. જોકે દુનિયાભરની નજર હજી પણ એ વાત પણ ટકી છે કે, શું સાચે જ બંને દેશના રાષ્ટ્રપત્તિઓની આ વાતચીત વ્યાપાર યુદ્ધનો અંત આણશે?

ડૉનાલ્ડ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની મીટિંગ 80 મિનિટ ચાલી હતી. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું, વાતચીત જેટલી સારી રહી શકતી હતી એટલી રહી. ચીન સાથે વાતચીત ચાલુ રહેશે. અમે ફરીથી ટ્રેક પર આવ્યા છીએ.

ટ્રમ્પે વાતચીત પહેલાં કહ્યું હતું કે, તે પહેલાં પણ સ્થિર વેપાર સોદા માટે તૈયાર હતા. તેમણે પહેલાંની વાટાઘાટોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, મને લાગે છે કે અમે ડીલની ખૂબ નજીક હતા, પણ થોડીક અડચણ આવી ગઈ. હવે અમે થોડાંક વધુ નજીક આવી રહ્યા છીએ. અમે નિષ્પક્ષ ડીલ કરી શકીશું તો તે ઐતિહાસિક હશે. ”

અમેરિકા અને ચીન વચ્ચે ગયા વર્ષે માર્ચમાં ટ્રેડ વોર શરૂ થયું હતું. બંને દેશઓ એક-બીજાની અરબો ડૉલરની આયાત પર ટેક્સ વધારી ચૂક્યા છે. નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ જી-20માં મળ્યા તો ટ્રેડ વોર ખતમ કરવા અને વેપાર વાટાઘાટ શરૂ કરવા રાજી થયા હતા. તે વખતે ટ્રમ્પ એ વાત પર રાજી થયા હતા કે માર્ચ સુધી ટેરિફ નહીં વધારે. વાટાઘાટ ચાલુ રહેવાના કારણે માર્ચમાં ફરી ડેડલાઈન વધારી હતી, પરંતુ ગયા મહિને ટ્રમ્પે ચીન પર સોદાબાજીનો આરોપ લગાડતાં વાટાઘાટ બંધ કરી દીધી હતી અને ચીનના 200 અબજ ડોલર (14 લાખ કરોડ)ના ઈમ્પોર્ટ પર આયાત ટેક્સ 10 ટકાથી વધારીને 25 ટકા કર્યો હતો. ચીને જવાબી કાર્યવાહી કરતાં 1 જૂનથી 60 અબજ ડોલરના અમેરિકન ઈમ્પોર્ટ પર ટેક્સ વધાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન