US Air Force fly 6th Generation Fighter Jets Deadlier Stealthy
  • Home
  • Featured
  • ચીન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે USએ ઉતાર્યું છટ્ઠી પેઢીનું જેટ, દુનિયામાં મચ્યો ફફડાટ : Photos

ચીન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે USએ ઉતાર્યું છટ્ઠી પેઢીનું જેટ, દુનિયામાં મચ્યો ફફડાટ : Photos

 | 11:00 pm IST

અમેરિકાએ ફરી એકવાર પોતે મહાશક્તિ હોવાનો પરિચય દુનિયાને કરાવી દીધો છે. અમેરિકાએ ચીન સાથે જ્યારે તણાવ તેની ચરમસીમાએ છે ત્યારે જ દુનિયાના અતિ શક્તિશાળી અને સૌથી આધુનિક એવા છઠ્ઠી પેઠીના યુદ્ધ વિમાનો લોંચ કર્યા છે. આ વિમાનોએ હથિયારો સાથે ઉડાન પણ કરી હતી. દુનિયા આખી હજી પાંચમી પેઢીના વિમાનો પણ નથી બનાવી શકી ત્યારે અમેરિકાએ છઠ્ઠી પેઢીના બ્રમ્હાસ્ત્ર બનાવીને સૌકોઈને ચોંકાવી દીધા છે.

છઠ્ઠી પેઢીના યુદ્ધ વિમાનો દુનિયાના સૌથી ઝડપી, ઘાતક, ગુપ્ત અને શક્તિશાળી છે. આ 5મી પેઢીના F-22 યુદ્ધ વિમાનો કરતા વધારે આધુનિક મોડલ છે. આ વિમાનોમાં ડ્રોન અને લેઝર હથિયારોથી સજ્જ હશે. આ પ્રકારના હથિયારો અત્યાર સુધી કોઈ પણ જેટ્સમાં ફિટ કરી શકાતા નથી.

જોકે હજી સુધી આ વિમાનનું કોઈ નામ જાહેર કરાયું નથી. જો રાખવામાં આવ્યું હશે તો પણ તેને જાહેર કરવામાં આવ્યું નથી. અમેરિકા તેને નેક્સ્ટ જનરેશન એર ડોમિનન્સ (એનજીએડી) ફાઇટર એરક્રાફ્ટ કહે છે. વિશ્વનું સૌથી ખતરનાક અને ઝડપી ફાઇટર જેટ છે. આ વિમાનને રોકવું કે તેને નિશાન બનાવવું પણ લગભગ અશક્ય છે.

યુએસ એરફોર્સ દ્વારા હજી સુધી આ વિમાનને લગતી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ સંરક્ષણ નિષ્ણાતો પુષ્ટિ આપી રહ્યા છે કે અમેરિકાએ આ ખતરનાક ફાઇટર જેટ બનાવ્યું છે. આ ખૂબ જ અદ્યતન ઉડ્ડયન ટેકનિકનું છે. જ્યારે તે યુદ્ધના મેદાન પર ઉતરશે, ત્યારે ઇતિહાસ બદલાશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આ વિમાનના કારણે ચીન સાથે ચાલી રહેલા તનાવમાં અમેરિકાને વ્યૂહાત્મક લાભ મળશે.

આ વિમાનની ટેકનીક ખૂબ જટિલ છે. એનજીએડી પ્રોગ્રામની કુલ કિંમત આશરે 8 અબજ ડોલર છે. એટલે કે 58,906 કરોડ રૂપિયા. આ કાર્યક્રમ 2025 સુધીમાં ચલાવવાની યોજના છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ વિમાનમાં ડ્રોન અને લેસર હથિયારો પણ છે. એટલે કે, એર-ટુ-એર મિસાઇલને ડ્રોન દ્વારા થાપ આપી શકાશે. આ યુદ્ધ વિમાનો એક જ સમયે દુશ્મનના કોઈપણ લક્ષ્યને લેસર હથિયારથી ઉડાવી શકશે. આ ડ્રોન હુમલો પણ કરી શકશે અને કોઈ પણ છુપાયેલા દુશ્મનને શોધી કાઢી તેનો ખાતમો પણ કરી શકશે. લેસરનો થોડો સ્પર્શ પણ દુશ્મનના વિમાનના ચીથડા ઉડાવી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન