US announces increase in H1B application fee by 10 dollar
  • Home
  • Featured
  • ટ્રમ્પે H-1B વીઝાને લઇ ફરી આપ્યો મોટો ઝાટકો, ફીમાં વધારો કરતાં કારણ આપ્યું કે…

ટ્રમ્પે H-1B વીઝાને લઇ ફરી આપ્યો મોટો ઝાટકો, ફીમાં વધારો કરતાં કારણ આપ્યું કે…

 | 11:40 am IST

અમેરિકામાં કામ કરનારા લોકોને હવે વીઝા માટે વધુ નાણાં ખર્ચવા પડશે. અમેરિકાએ H-1B વિઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર (અંદાજે 700 રૂપિયા) વધારી દીધી છે. આ ફી નોન-રિફંડેબલ હશે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ (US Citizenship and Immigration Service)ની તરફથી નિવેદન રજૂ કરાયું કે આ ફી દ્વારા ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ (ERS)ને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આથી આવનારા સમયમાં H-1B વિઝા માટે લોકોના સિલેક્શનમાં સરળતા રહેશે.

હાલ ફી કેટલી છે?

H-1B વિઝા માટે હાલ અરજી પર 460 ડોલર (અંદાજે 32 હજાર રૂપિયા) લેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓને છેતરપિંડી અટકાવવા અને તપાસવા માટે 500 ડોલર (અંદાજે 35 હજાર રૂપિયા) વધારે ચુકવવા પડે છે. પ્રીમિયમ ક્લાસમાં 1410 ડોલર (અંદાજે 98 હજાર રૂપિયા)ની વધારે ચૂકવણી કરવી પડે છે.

જાણો શું છે H-1B વીઝા

અમેરિકામાં દર વર્ષે હાઇ-સ્કિલ્ડ વિદેશી કર્મચારીઓને અમેરિકન કંપનીઓમાં કામ કરવા માટે H-1B વીઝા રજૂ કરે છે. ટેક્નિકલ ફીલ્ડની કંપનીઓ દરવર્ષે ભારત અને ચીન જેવા દેશો પાસેથી લાખો કર્મચારીઓની નિમણૂક માટે તેના પર નિર્ભર હોય છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને બિનજરૂરી રીતે નિશાન બનાવ્યા અને અહીંના કર્મચારીઓની H-1B વીઝા અરજી સૌથી વધુ રદ્દ કરી છે.

ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ શું છે?

USCISના જણાવ્યા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમના આધારે અમેરિકામાં ઈમિગ્રેશન પ્રણાલીને આધુનિક બનાવવાની છે. હાલ મેન્યુએલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ H-1B વિઝા અરજદારની ઘણી જરૂરી તપાસ કરવામાં આવે છે. અરજદારોને તેમના શિક્ષણ અને સ્કિલ્સના આધારે H-1B વિઝા આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનના કહ્યાં પ્રમાણે, આનાથી ઘણી વખત સિલેક્શનમાં છૂટ મળી જાય છે.

ERSના આવ્યા પછી H-1B આટે અરજી કરનારાઓને પહેલા સિસ્ટમમાં રજિસ્ટર કરાવવું પડશે. ત્યારબાદ નિર્ણય લેવાશે તે તેમણે H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં સામેલ કરવાના છે કે નહીં. USCISના કાર્યવાહક નિયામક કેન કુચિનેલીના કહ્યાં પ્રમાણે, આનાથી ફ્રોડને રોકવા અને યોગ્ય ઉમેદવારોના સિલેક્શનમાં સરળતા રહેશે. USCIS નાણાંકીય વર્ષ 2021થી ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ લોન્ચ કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ – જમ્મુ કાશ્મીરમાં કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન