NIFTY 9,466.75 +38.85  |  SENSEX 30,642.76 +177.84  |  USD 64.4800 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • યુ.એસ. અવસ્થીએ શરૂ કરી IFFCO ગ્રામીણ ઇનોવેશન સ્કોલરશિપ

યુ.એસ. અવસ્થીએ શરૂ કરી IFFCO ગ્રામીણ ઇનોવેશન સ્કોલરશિપ

 | 6:14 pm IST

ઇફ્કોના એમડી યુ.એસ. અવસ્થી એક મિશન પર છે. તેમણે છેલ્લા 24 વર્ષોમાં ઇફ્કોને એક મોટી કંપની બનાવવામાં મદદ કરી છે. આ માટે તેમણે 35 હજારથી વધારે સહકારી સમિતીઓને ઇફ્કો સાથે જોડી છે. હવે તેમણે 2018 સુધી 4 કરોડ ખેડૂતોના જીવનને ડિજિટલ બનાવવાનું એક નવું સપનું જોવાનું શરૂ કર્યું છે. ઇફ્કોના ગ્રાહકો મોટા પ્રમાણમાં ગ્રામીણ ભારતમાં છે. ઇફ્કો સાથે એકવાર જોડાયેલા લોકો હંમેશા માટે એનો હિસ્સો બની જાય છે. આ રીતે ઇફ્કો પ્રભાવી રીતે ખેડૂતોની જ કંપની છે. હાલમાં ડિજિટલ પર સરકાર બહુ ભાર આપી રહી છે અને એ માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.

આ ડિજિટલ યોજનાઓના વિકાસ માટે એના માટે કામ કરે એવા યુ.એસ. અવસ્થી જેવા લોકોની પણ જરૂર છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇફ્કોએ એક આશ્ચર્યજનક ગતિથી ડિજિટલ પહેલ કરવાની શરૂઆત કરી છે. ઇફ્કોએ કૃષિ ઉત્પાદન ખરીદવા મટે ખેડૂતોને સક્ષમ કરતા ઇ-કોમર્સ પોર્ટલની શરૂઆત કરી છે. આ એક વર્ગીકૃત પોર્ટલ છે જ્યાંથી ખેડૂત પોતાના કૃષિ ઉત્પાદન ખરીદી શકે છે. આ ડિજિટલ સાથે જોડાયેલા જ્ઞાન માટે એક સારો મંચ છે. આ સાથે જ ઇફ્કો યુવાના નામથી એક નોકરી પોર્ટલ પણ છે.

ઇફ્કોના એમડી યુ.એસ. અવસ્થીએ ગ્રામીણ યુવાનોમાં રહેલા અનોખા વિચારોને ઓળખવાના ઉદ્દેશથી IFFCO ગ્રામીણ ઇનોવેશન સ્કોલરશિપનો શુભારંભ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું છે કે ‘આપણા દેશોમાં વિચારોની કમી નથી. મને લાગે છે એને ઓળખીને પાંખો દેવી પડશે. આ સ્કોલરશિપ ગ્રામીણ યુવાનોના વિચારોને ઓળખીને અને એને પૂરા કરવાની દિશામાં એક નાનકડું પગલું છે.’

આ સ્કોલરશિપ મેળવવા એવી કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે જેની પાસે કૃષિના વિકાસ માટે, મહિલા તેમજ બાળકોના સ્વાસ્થ્યની દેખરેખ વિશે, શિક્ષા વિશે, વડીલોની સંભાળ વિશે કે પછી સ્વચ્છતા જાળવવા વિશે કોઈ નવા વિચાર હોય. આ તમામ વિચાર ટેકનોલોજી સાથે જોડાયેલા હોવા જોઈએ અને એ ઓછામાં ઓછા 10 લાખ ઉપયોગકર્તા સુધી પહોંચી શકે એવી ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. આ સ્કોલરશિપ માટે અરજી http://iffcobazar.in/frontend/home/scholarship પર કરી શકાય છે.

1