US bans to buy oil from Iran after 2 May
  • Home
  • World
  • ટ્રંપનો ભારતને આંચકો, ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર USએ લગાવ્યો પ્રતિબંધ

ટ્રંપનો ભારતને આંચકો, ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર USએ લગાવ્યો પ્રતિબંધ

 | 8:36 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ઇરાનથી કાચા તેલની આયાત પર આગળ કોઇ પણ દેશને છૂટ નહી આપવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના આ નિર્ણયની સૌથી વધારે અસર ભારત અને ચીન પર પડશે. જોકે, ભારત સરકાર ઇરાન પાસેથી તેલ આયાતની છૂટ બંધ કરવાની અમેરિકાના નિર્ણયના પ્રભાવનું અધ્યયન કરી રહ્યું છે.

વ્હાઇટ હાઉસ દ્વારા ૨મેં બાદ ઇરાનથી તેલ આયાત કરનાર ભારત સહિત અન્ય દેશો પર અમેરિકાની પાબંધી લગાવવાનું એલાન કરવામાં આવ્યું છે. આ પહેલા વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલ ખબરમાં વધુની છૂટ નહી આપવાની વાત કરવામાં આવી છે.

ઇરાનને અલગ-થલગ કરવા માંગે છે અમેરિકા

અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયાના એલાનની સાથે હવે સાફ થઇ ગયું છે કે, જે દેશ ઇરાન પાસેથી તેલની આયાત સંપૂર્ણ રીતે બંધ નહી કરે, તેને અમેરિકાનો પ્રતિબંધનો સામનો કરવો પડશે. આ પહેલા અમેરિકાના આધિકારીઓના વોશિંગ્ટન પોસ્ટને રવિવારે જણાવ્યું હતું કે, અમેરિકા ૨મેં બાદ કોઇ પણ દેશને ઇરાનથી તેલની આયાત કરવાની કોઇપણ પ્રકારની છૂટ આપશે નહી.

અમેરિકાના નિર્ણયનો ભારત-ચીન પર સૌથી વધારે અસર

ખરેખર ગત વર્ષે નવેમ્બરમાં અમેરિકાએ 8 દેશોને ઇરાન પાસેથી તેલ આયાતના બદલામાં અન્ય વિકલ્પ શોધવા માટે 180 દિવસની છૂટ આપી હતી. જે 2મેંના રોજ પૂર્ણ થઇ રહી છે. આઠ દેશોમાંથી ત્રણ દેશ, યૂનાન, ઇટલી અને તાઇવાને પહેલાથી જ ઇરાન પાસેથી તેલ આયાત કરવાનું ઘટાડીને શૂન્ય કરી દીધુ છે. અન્ય પાંચ દેશોમાં ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા શામેલ છે. જેમને હવે ઇરાન પાસેથી આયાત બંધ કરવું પડશે અથવા અમેરિકાનાં પ્રતિબંધનો સામનો કરવો પડશે.

ભારતીય શેર માર્કેટમાં પણ ભારે અસર

ઇરાન પાસેથી તેલ આયાત પર પાબંધીથી છૂટને સમાપ્ત કરવાને અમેરિકાના નિર્ણયની ખબરો બાદ કાચા તેલનાં મૂલ્યમા આવેલ તેજી વચ્ચે રૂપિયાનું વિનિમય દર સોમવારે 32 પૈસાના ઘટી 69.67 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન