USમાં પહેલા મૂળ ભારતીયને ૨૩ ફેબ્રુઆરીએ મૃત્યુદંડ થશે - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6000 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • USમાં પહેલા મૂળ ભારતીયને ૨૩ ફેબ્રુઆરીએ મૃત્યુદંડ થશે

USમાં પહેલા મૂળ ભારતીયને ૨૩ ફેબ્રુઆરીએ મૃત્યુદંડ થશે

 | 4:22 am IST

વોશિંગ્ટન :

અમેરિકામાં પહેલી વખત મૃત્યુ દંડની સજા મેળવનાર મૂળ ભારતીયને સજા આપવાની તારીખ નક્કી કરવામાં આવી છે. ૬૨ વર્ષની મહિલા અને તેના ૧૦ મહિનાના નવાસાની હત્યા કરવાના કેસમાં મૂળ ભારતીય રઘુનંદન યંદમુરીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ૨૦૧૪માં તેને મૃત્યુદંડની સજા જાહેર કરવામાં આવી હતી. આગામી મહિને એટલે કે ૨૩ ફેબ્રુઆરીના રોજ રઘુનંદનને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. તે દિવસે તેના મૃત્યુદંડની સજાની બજાવણી કરવામાં આવશે. પેન્સિલ્વેનિયાના ગવર્નર ટોમ વુલ્ફે ૨૦૧૫માં મૃત્યુદંડની સજા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેના અનુસંધાનમાં જ રઘુનંદનની સજા અટકે તેવી સ્થિત જણાઈ રહી છે.