us-california-bar-shooting-people-injured
  • Home
  • Featured
  • અમેરિકા: કેલિફોર્નિયાના બારમાં ભીષણ ગોળીબાર, 13ના મોત

અમેરિકા: કેલિફોર્નિયાના બારમાં ભીષણ ગોળીબાર, 13ના મોત

 | 3:33 pm IST

અમેરિકાના દક્ષિણ કેલિફૉર્નિયાની એક બારમાં બુધવારે રાત્રે ગોળીબાર થયો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધી 13ના મોત નિપજ્યા છે. હુમલાવરે સેમી ઑટોમેટિક ગનથી હુમલો કર્યો અને તાબડતોડ ગોળીઓ વરસાવી હતી.

એક અગ્રણી ન્યૂઝ એજન્સીના મતે, હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવશે થાય છે. કેલિફૉર્નિયાની એક સ્થાનીક ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું કે, બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રિલ નામના પબમાં બુધવારે રાત્રે ગોળીબાર થયો હતો. વેંચુરા કન્ટ્રીના ફાયર બ્રિગેડ વિભાગે એક ટ્વિટમાં તેને એક્ટિવ શૂટર ઈન્સિડેંટ ગણાવ્યું છે.

વેંચુરા કન્ટ્રી સ્ટારના એક રિપોર્ટરે ટ્વિટ કરી અમુક તસવીરો મોકલી જેમાં ઘટના સ્થળ પર ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના અધિકારીઓ લોકો સાથે પુછપરછ કરી રહ્યા છે. રિપોર્ટર તે વખતે ઘટના સ્થળ પર હાજર હતો. વેંચુરા પોસ્ટના રિપોર્ટરે પોતાની ટ્વિટમાં એક વીડિયો પણ શેર કર્યો, જેમાં ઘટના પછી અમુક લોકોને ભાગતા નજરે પડી રહ્યા છે. લોકો ભયના કારણે એક-બીજા સાથે મળતા નજરે પડી રહ્યા છે.