અમેરિકા-ચીનના સુધરી રહેલા સંબંધો ભારત માટે માથાના દુ:ખાવા સમાન! - Sandesh
  • Home
  • Business
  • અમેરિકા-ચીનના સુધરી રહેલા સંબંધો ભારત માટે માથાના દુ:ખાવા સમાન!

અમેરિકા-ચીનના સુધરી રહેલા સંબંધો ભારત માટે માથાના દુ:ખાવા સમાન!

 | 9:15 am IST

ભારત અને ચીન ભલે સરહદી મતભેદો ભુલી વ્યાપારીક સંબંધો સુધારવાની વાત કરી રહ્યાં હોય. ભારતના ઘણા વ્યાપારી સંગઠનોના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ પ્રક્રિયા ઘણી ધીમી છે. પરંતુ તેમાં અમેરિકા આડખીલી રૂપ બની શકે છે. તેનુ કારણ છે અમેરિકા અને ચીન વચ્ચે ગત સપ્તાહે ટ્રેડ વોર પર લગામ તાણવાને લઈને થયેલી વાતચીત.

ગત વર્ષે ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીન બંને દેશો વિશ્વાસ સ્થાપિત કરવા અને વ્યાપાર વધારવાની વાત કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ વર્ષે અનેકવાર મળી ચુક્યાં છે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપાર વધારવાને લઈને સમારાત્મક ચર્ચા થઈ. તેમાં ગત સપ્તાહે આર્જેંટિનામાં યોજાયેલી જી-20 સમીટ દરમિયાન યોજાયેલી બેઠક પણ શામેલ છે.

ચોખા અને ખાંડને લઈને ચર્ચા

ભારત અને ચીનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બેઠકમાં ચીને ભારત પાસેથી સોયામીલ, રૈપસીડમીલ, ચોખા અને ખાંડની આયાત વધારવાની વાત કહી જ્યારે તેણે પોતાના ડેરી ઉત્પાદનો, સફરજન અને નાશપતીની ભારતની નિકાસ વધારવા પર ભાર આપ્યો. ભારત ચીનમાં પોતાની દવાઓની નિકાસ વધારવા ઉત્સુક છે. જોકે હકીકત એવી પણ છે કે, આ વાતચીતને ડીલમાં પરિવર્તિત કરવું ખુબ જ મુશ્કેલ છે.

વાતચીતમાં આગળ વધવાની આ છે પ્રક્રિયા

નામ ના છાપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવા વિચારો અને ઉપાયોને સ્વિકાર કરવાને લઈને ઉત્સુક છીયે તેનો અર્થ એ છે કે વાતચીત ચાલી રહી છે. પરંતુ તે ઘણી જ ધીમી છે. પરંતુ આ વાતને પ્રોગ્રેસ એટલા માટે કહેવાય કારણ કે થોડા મહિના પહેલા વાતછીત જ બંધ હતી.

વ્યાપાર ખાધ વધી

ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર માર્ચ 2018માં 89.71 અબજ ડૉલરના આંકડાને પાર કરી ગયો. તેમાં વ્યાપાર ખાધ ઘટીને 63.05 અબજ ડોલર રહી ગયો હતો, જે ચીનના પક્ષમાં છે. ખાસ વાત એ છે કે, ગયા દાયકાની સરખામણીમાં તે 9 ઘણાથી પણ વધારે છે. ભારત સરકાર આ તફાવત ઘટાડવા માંગે છે.

ચીન-અમેરિકાના સંબંધનો એંગલ મહત્વપૂર્ણ

બીજી બાજુ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ટેંશન ઘટી રહ્યું છે. બંને દેશોએ 90 દિવસ સુધી નવા ટેરિફ ના લગાવવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકા સાથેના સમાધાનકારી વલણ બાદ ચીનને લાગી રહ્યું છે કે નવી દિલ્હી સાથે વ્યાપારને લઈને ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, નિકાસકારો તરફથી એ વાતની જાણકારી મેળવવામાં આવી રહ્યાં છે કે, શું ચીન અને અમેરિકા વચ્ચે સુધરતા સંબંધોની ભારતની હાજરી નબળી પડશે?

આમ અમેરિકા અને ચીનના સુધરી રહેલા સંબંધો ભારત માટે ટેંશનરૂપ સાબિત થઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન