US Clear Warning to Pakistan on CPEC Project with China
  • Home
  • Featured
  • CPECને લઈ અમેરિકાએ પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, પાછીપાની ના કરી તો…

CPECને લઈ અમેરિકાએ પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, પાછીપાની ના કરી તો…

 | 7:21 pm IST

અમેરિકાએ ફરી એકવાર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ને લઈને પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો પાકિસ્તાન આ સમજુતિમાંથી પાછીપાની નહીં કરે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાને લાંબાગાળાનું આર્થિક નુંકશાન વેઠવારો વારો આવશે.

અમેરિકાએ આકરૂ વલણ અપનાવ્યું તો પહેલાથી જ કંગાળ પાકિસ્તાન પાસે બીજો કોઈ જ વિકલ્પ નહીં બચે. સાથે જ પાકિસ્તાનના આ વલણથી ભારતના દ્રષ્ટિકોણને પણ સમર્થન મળ્યું છે. ભારત શરૂઆતથી જ આ પરિયોજનાનો ભારે વિરોધ કરી રહ્યું છે. જેની પાછળ અનેક વ્યવબી તર્કો હતા.

અમેરિકાના ટોચના એક રાજદ્વારીએ પોતાના દેશમાં જ એક કાર્યક્રમમાં કહ્યું કે, ચીનનો CPECમાં રોકાણ કરવાનો હેતું મદદ કરવાનો નથી, પણ પોતાને ફાયદો કરવાનો છે. જો ચીન લાંબા સમય સુધી સીપીઈસીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરતું રહેશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ જશે.

દક્ષિણ એશિયાના મામલાઓની કાર્યવાહક સહાયક મંત્રી એલિસ વેલ્સે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન બન્ને કોરિડોરને એક ગેમ ચેન્જરની જેમ જોઈ રહ્યું છે, પણ હકીકતે આવું કઈં જ નથી. એ સ્પષ્ટ છે કે બેઈજિંગ આ પરિયોજનાથી માત્ર ફાયદો જ ઉઠાવવા માંગે છે. અમેરિકા આનાથી પણ વધારે સારુ મોડલ રજુ કરી શકે તેમ છે.

વુડરો વિલ્સન ઈન્ટરનેશનલ સેન્ટર ફોસ સ્કોલર્સના એક પ્રોગ્રામમાં વેલ્સે કહ્યું કે, ચીન તેના આ અબજો ડોલરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સબસીડી વિનાની લોન આપી રહ્યું છે. ચીની કંપનીઓ તેમના મજૂર અને સામાન પણ મોકલી રહી છે. આનાથી પાકિસ્તાનમાં બેરોજગારી વધવાનું જોખમ વધી રહ્યું છે. જો પાકિસ્તાન ચીનનું દેવું ચુકવવામાં મોડું કરશે, તો તેના આર્થિક વિકાસ પર તેની માઠી અસર પડશે. સાથે જ વડાપ્રધાન ઈમરાન ખાનનો દેશમાં રિફોર્મ્સનો એજન્ડા પણ પ્રભાવિત થશે.

વેલ્સે એમ પણ કહ્યું હતું કે, ચીનનું આ મોડલ અલગ છે. અમે દુનિયાભરમાં જોયું છે કે અમેરિકન કંપનીઓના મોડલ સફળ રહ્યા છે, કારણ કે અમે પૈસાને મહત્વ નથી આપતા. અમે મૂલ્યો, પ્રક્રિયા અને વિશેષજ્ઞતા પર કામ કરીએ છીએ. સાથે જ સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂત કરીએ છીએ. અમેરિકાની નવી કંપની ઉબર, એક્સોન મોલિબ, પેપ્સિકોએ પાકિસ્તાનમાં અંદાજે 1.3 બિલીયન ડોલરનું રોકાણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઈકોનોમિક કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના છે. જેમાં પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના કાશગર સુધી 50 બિલીયન ડોલર(અંદાજે 3 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચે આર્થિક કોરિડો બનાવાઈ રહ્યો છે. જેના દ્વારા ચીનની પહોંચ અરબ સાગર સુધી થઈ જશે. સીપીઈસી હેઠળ ચીન રસ્તા, પોર્ટ, રેલવે અને ઉર્જા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન