વિદેશમાં ભોજપુરી સોન્ગની ધૂન, અમેરિકામાં રહેનારા આ ભાઇએ મચાવી ધમાલ
હાલ વિદેશમાં પણ બોલિવૂડ સોન્ગ્સ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. લોકો ન માત્ર તેને સાંભળવાનું પસંદ કરે છે. પરંતુ તેની પર ડાન્સ પણ કરે છે. ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર યુએસના રહેનાર એખ કંટેટ ક્રિએટરના કેટલાક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ડાન્સિંગ ડેડના નામથી ઓળખાવા લાગ્યા છે. તેમના વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ખરેખર તે યુએસમાં રહેનાર વ્યક્તિ બોલિવૂડ ગીત પર જબરદસ્ત ડાન્સ કરવા માટે ઓળખાય છે. તેમનો ડાન્સ એટલો કમાલનો હોય છે તમે પણ તેમના ફેન થઇ જશો.
તેમનું નામ રિકી પોન્ડ છે. તે હાલ પોપ્યુલર ભોજપુરી સોન્ગ લોલીપોપ લાગેલુ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ડાન્સનો વીડિયો તેમણે ભોજપુરી સ્ટાર સિંગર પવન સિંહને પણ ટેગ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન