અમેરિકી સેનાનું રક્ષણ મેળવતા દેશો પાસે ટ્રમ્પે પ્રોટેક્શન મનીની માગ કરી!! - Sandesh
  • Home
  • Newspaper
  • અમેરિકી સેનાનું રક્ષણ મેળવતા દેશો પાસે ટ્રમ્પે પ્રોટેક્શન મનીની માગ કરી!!

અમેરિકી સેનાનું રક્ષણ મેળવતા દેશો પાસે ટ્રમ્પે પ્રોટેક્શન મનીની માગ કરી!!

 | 1:24 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન જેવા વિકાસશીલ અર્થતંત્રોને અમેરિકા દ્વારા અપાતી સબસિડીઓ અટકાવી દેવાની ધમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે, હું અમેરિકાને વિકસિત નહીં પરંતુ વિકાસશીલ દેશ જ માનું છું. હું ઇચ્છું છું કે, અમેરિકા વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ બને. આ માટે હું ભારત અને ચીન જેવા ઊભરતા અર્થતંત્રોને અપાતી સબસિડીઓ અટકાવી દેવા માગું છું. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત, ચીન પોતાને વિકાસશીલ દેશો કહેવડાવવીને સબસિડીઓ મેળવી રહ્યાં છે. આપણે તેમને નાણાં આપવા પડે છે આ ખરેખર એક ગાંડપણ છે.

બાહ્ય નુકસાનથી સુરક્ષા માટે સમૃદ્ધ દેશો અમેરિકાને નાણાં આપે : ટ્રમ્પ

ટ્રમ્પે જણાવ્યું હતું કે, બાહ્ય નુકસાન સામે સુરક્ષા મેળવવા સમૃદ્ધ દેશોએ અમેરિકાને નાણાં આપવા જોઈએ. અત્યારે કોઈ દેશ અમેરિકાને તેમની સુરક્ષા માટે નાણાં આપતો નથી. વર્ષોથી આ દેશોને આપણે રક્ષણ આપતાં રહ્યાં છીએ. તેઓ અમેરિકાના સંરક્ષણ હેઠળ સમૃદ્ધ બની રહ્યાં છે. કારણ કે તેમને બહુ ઓછો લશ્કરી ખર્ચ કરવો પડે છે.

૨૬૭ અબજ ડોલરના ચીની ઉત્પાદનો પર જકાત લદાશે

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ટૂંકા ગાળામાં ચીનના વધારાના ૨૬૭ અબજ ડોલરના ઉત્પાદનો પર જકાત લાદવા તૈયાર છે. અત્યારે પ્રસ્તાવિત જકાતોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આગળના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ૨૦૦ અબજ ડોલરના ચીની ઉત્પાદનો પર જકાત લદાશે. મને આમ કરવાનું ગમતું નથી પરંતુ જો હું ઇચ્છું તો ટૂંકા ગાળામાં ૨૬૭ અબજ ડોલરની આયાતો પર જકાત તૈયાર છે.

;