US Deputy Secretary of State John Sullivan meets MEA Jaishankar
  • Home
  • Featured
  • ચીન-પાક. નજીક આવતા અમેરિકાએ ભર્યું મહત્વનું પગલું, ભારત સાથે કરી મહત્વની સમજુતી

ચીન-પાક. નજીક આવતા અમેરિકાએ ભર્યું મહત્વનું પગલું, ભારત સાથે કરી મહત્વની સમજુતી

 | 1:39 pm IST

જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનો સાથ મળતા અમેરિકા ભારતની પડખે આવ્યું છે. હવે અમેરિકાએ ભારતનો સાથ આપવાનો ઈરાદો સ્પષ્ટ પણે જાહેર કર્યો છે. યુએન સુરક્ષા પરિષદની ગુપ્ત બેઠકના દિવસે જ અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જોન સુલીવાને દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.

સુલીવાને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા 2+2 ડાયલોગ્સ જેવી મહત્વની વાતચીતમાં સામેલ થઈ રહ્યા છે. જેથી એશિયાનું માળખુ બદલવાના ચીનના ઈરાદાને અટકાવી શકાય. સુલીવાને કહ્યું છે કે, બંને દેશો આતંકવાદને ખતમ કરવા મામલે પણ સાથે કામ કરી રહ્યા છે.

સુલીવાને અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના સંદેશને આગળ વધારતા કહ્યું હતું કે, બંને દેશો પાસે આગળ વધવાનો એક મોકો છે. હિંદ-પ્રશાંત વિસ્તારના હિત સચવાશે. પરંતુ દક્ષિણ પ્રશાંતથી લઈને હિંદ મહાસાગર સુધી ચીનનું વિકાસ મોડલ આ વિસ્તારની શાંતિ ખતમ કરવા માંગે છે. તે પોતાના હિત માટે એશિયાનું માળખુ બદલવા માંગે છે.

ચીન પર લાગ્યા ગંભીર આરોપો

ઉપ વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ચીન અમુક મહત્વના આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે. જોકે અમે ચીનને આમ કરવા મજબૂર ના કરી શકીએ. તેમણે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હ્તું કે, ચીન પોતાના મતલબ માટે એશિયાનું માળખુ બદલવા માંગે છે અને ત્યાં જ ભારત અને અમેરિકાની સમજૂતી મહત્વની સાબીત થશે. અમે બંને દેશો આ વાતને ખૂબ સારી રીતે સમજીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ચીન જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવવાને લઈને પાકિસ્તાનને સાથ આપ્યો છે અને પોતાના વીટોનો ઉપયોગ કરીને તેને સંયુક્ત રાષ્ટ્ર સુધી આ મુદ્દો ઢસડી ગયું હતું. જોકે ભારતે આ કારી ફાવવા દીધી નહોતી. આ દરમિયાન જ અમેરિકાએ ચીન-પાકિસ્તાનના સંબંધોને ધ્યાનમાં રાખીને એક મહત્વનું પગલું ભર્યું છે અને ભારત સાથેની મિત્રતા વધારે ગહન બનાવવા એક ડગલું આગળ વધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન