US ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે રોકાણકારોની સાવચેતીભરી લેવાલી - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • US ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે રોકાણકારોની સાવચેતીભરી લેવાલી

US ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે રોકાણકારોની સાવચેતીભરી લેવાલી

 | 1:17 am IST

મુંબઈ, તા.૧૩

શેરબજારની આજે સંગીન શરૂઆત થઈ હતી પરંતુ દિવસના અંતે લાભ ધોવાઈ જતા સેન્સેક્સ અને નિફ્ટી સ્હેજ વધારા સાથે બંધ રહ્યા હતા. આઇટી અને ફાર્મા શેર્સમાં ચમકારો જોવાયો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ પોલિસીના નિર્ણય પૂર્વે રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. સેન્સેક્સ એક તબક્કે વધી ૩૫,૮૭૭.૪૧ અને નિફ્ટી ૧૦,૮૯૩.૨૫ ઉપર પહોંચ્યા હતા. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૪૬.૬૪ પોઇન્ટ વધી ૩૫,૭૩૯.૧૬ અને નિફ્ટી ૧૩.૮૫ વધી ૧૦,૮૫૬.૭૦ ઉપર બંધ થયા હતા.

બિઝનેસની વર્તમાન યોજનાની વહેવારુતા અંગે કામદારો અને રોકાણકારોએ પ્રશ્ન કરતા જર્મન સ્ટીલ અગ્રણી કંપની તીસેનક્રૂપ સાથે તાતા સ્ટીલના સૂચિત સંયુક્ત સાહસને અસર થવાની ધારણા છે.  આઇટી શેર્સમાં ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા વધ્યા હતા. ડો.રેડ્ડીઝ લેબ, એસબીઆઈ, પાવર ગ્રીડ વધ્યા હતા જ્યારે તાતા સ્ટીલ, અદાણી પોર્ટસ અને હિંદુસ્તાન યુનિલીવર ઘટયા હતા.   રુચિ સોયા માટે રૂ.૬,૦૦૦ કરોડની ઓફર સાથે સૌથી મોટા બિડર તરીકે અદાણી ગ્રૂપ ઉદ્ભવ્યું હતું. આથી રુચિ સોયાના શેરના ભાવમાં પાંચ ટકાનો વધારો થયો હતો. બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે રૂ.૫,૭૦૦ કરોડની ઓફર મૂકી હતી.

હાલોલ પ્લાન્ટ માટે અમેરિકી એફડીએની મંજૂરી કંપનીને મળી છે અને આથી વિશ્વની સૌથી મોટા બજાર (અમેરિકા)માં પોતાના પ્રોડક્ટ્સ માટે નવેસરથી મંજૂરીનો માર્ગ મોકળો થયો છે એમ સન ફાર્માએ જણાવતા શેરનો ભાવ ૧,૪૬ ટકા વધી રૂ. ૫૪૬.૧૦ થયો હતો.

રિલાયન્સ જિયો દ્વારા વધુ ડિસ્કાઉન્ટની ઓફર અને રિચાર્જ ઉપર સૂચિત ડિસ્કાઉન્ટની ઓફર બાદ ભારતી એરટેલ અને આઇડિયા સેલ્યુલરના શેર્સ ઘટયા હતા. રૂ.૧૪૯થી રૂ.૭૯૯ની રેન્જમાં પ્રિપેઇડ પ્લાન માટે ગ્રાહકોને રોજિંદા ૧.૫ જીબી ડેટાની ઓફર રિલાયન્સ જિયોએ કરી છે. શેર્સ બાયબેક કરવાની દરખાસ્ત ઉપર બોર્ડની શુક્રવારની બેઠકમાં વિચારણા કરાશે, એમ ટીસીએસે જણાવ્યા બાદ શેરના ભાવમાં ૨.૪૧ ટકા વધારો થયો હતો. શેરનો ભાવ રૂ.૪૩ વધી રૂ.૧,૮૨૪ થયો હતો. બ્રિટિશ ઇન્શ્યૂરર પ્રૂડેન્શિયલના યુનિટ સાથેની ભાગીદારીમાં આગામી દસ વર્ષમાં કંપનીને ૧.૩૬ અબજ ડોલરની આવક થવાની ધારણા છે.  એલઆઇસીએ ભારત પેટ્રોલિયમમાં પોતાનો હિસ્સો ૩.૮૫ ઉપરથી વધારી ૫.૦૧ ટકા અને પાવર ગ્રિડમાં ૨.૦૨ ટકા ઉપરથી વધારી ૭.૦૩ ટકા કર્યો હતો. પેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૬.૫ ટકા વધી રૂ.૨૬,૩૨૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

;