ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોએ વિમાનની પાંખો પરથી કુદકા માર્યા...Video - Sandesh
NIFTY 10,860.90 +54.30  |  SENSEX 35,774.43 +217.72  |  USD 67.5500 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોએ વિમાનની પાંખો પરથી કુદકા માર્યા…Video

ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોએ વિમાનની પાંખો પરથી કુદકા માર્યા…Video

 | 4:04 pm IST

દુર્ઘટના સમયે ગભરાયેલા લોકો પોતાનો જીવ બચાવવા કઈ હદે જાય છે તેનું તાજુ જ ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું હતું. જીવ બચાવવા લોકો છેક વિમાનની પાંખો પરથી પણ કુદકા મારતા ખચકાયા ન હતાં.

અમેરિકાના ફીનિક્સથી ફ્લાઈટ-3562એ ગત રવિવારે રાત્રે ડલાસ માટે ઉડાન ભરી. ઉડાન ભર્યાના એકાદ કલાક બાદ અચાનક વિમાનમાં બેઠેલા મુસાફરોએ કેબિનમાંથી એક અસામાન્ય કહી શકાય તેવી ગંધ મહેસુસ કરી. ગંધ આવી તેના થોડા જ સમય પહેલા વિમાનના મુસાફરોને થોડી ગરમી પણ અનુંભવાઈ હતી. ત્યાર બાદ વિમાનના ક્રુ મેમ્બરે જાહેરાત કરી હતી કે વિમાનનું ઈમરજન્સી લેન્ડિગ થવા જઈ રહ્યું છે. આ જાહેરાતથી મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

અમેરિકાના અલ્બુકર્ક ઈન્ટરનેશનલ સનપોર્ટ પર ડલાસ-બાઈ ફ્લાઈટનું રાત્રીના સમયે ઈમરજન્સી લેન્ડિંગ થયું. ઈમરજન્સી લેન્ડિંગ થતાની સાથે જ ગભરાઈ ગયેલા મુસાફરોએ વિમાનની પાંખો પરથી નીચે કુદકા માર્યા હતાં.

વિમાનમાં મુસાફરી કરી રહેલા ડેવિડ ફ્લેકે જણાવ્યું હતું કે, વિંગ પર બહાર નિકલવા માટે દરવાજા પાસે કોઈ જ ઈમરજન્સી સ્લાઈડ ન હોવાની તેને જાણ હતી. તેમ છતાં તેમણે વિમાનમાંથી છલાંગ લગાવી દીધી હતી. ડેવિડના જણાવ્યા પ્રમાણે જે વિંગ પરથી તેણે છલાંગ લગાવી તે 8 ફૂટ ઉંચી હતી.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં લોકો પ્લેનની પાંખો પરથી કુદકા મારતા નજરે પડે છે. જ્યારે કેટલાક લોકો અન્ય એક ઈમરજન્સી એક્ઝિટ સાથે જોડાયેલા સ્લાઈડરનો ઉપયોગ કરતા નજરે પડે છે.