us general mark milley secretly called china over fears Donald trump
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર હુમલાનો કરી શકે છે આદેશ, ડરીને અમેરિકી જનરલે ચીની મિલિટ્રી જનરલને કર્યો કોલ

ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર હુમલાનો કરી શકે છે આદેશ, ડરીને અમેરિકી જનરલે ચીની મિલિટ્રી જનરલને કર્યો કોલ

 | 9:33 am IST
  • Share

અમેરિકાની ચૂંટણીમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) હારના ખતરાને જોતા ચીન (China) પર હુમલાની શક્યતા વધી રહી છે. એટલું જ નહીં, અમેરિકાના (US General) જનરલે તેમના ચીની મિલિટ્રી જનરલને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અને પછી બે વાર ફોન કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલીએ 30 ઓક્ટોબર 2020 રોજ પ્રથમ વખત ચીની સેનાના જનરલ લી ઝુઓચેંગને ફોન કર્યો હતો.

વોશિંગ્ટન પોસ્ટે ખુલાસો કર્યો હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની સંભવિત હારને કારણે ટ્રમ્પ ચીન સાથે યુદ્ધ કરી શકે છે. આ કારણે, અમેરિકન જનરલ માર્ક મિલીએ ઓક્ટોબર 2020 પીપલ્સ લિબરેશન આર્મી (PLA) જનરલ લી જુશેંગ સાથે વાત કરી. જનરલ મિલીએ ચીની જનરલ સાથે બે વખત ફોન પર વાત કરી હતી. જનરલ મિલે સંયુક્ત ચીફ ઓફ સ્ટાફ છે.

જનરલ મિલેએ ક્યારે ક્યારે ફોન કર્યો

જનરલ મિલેએ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થવાના 4 દિવસ પહેલા પ્રથમ ફોન કોલ કર્યો હતો. આ પછી, યુએસ કેપિટોલમાં થયેલા રમખાણોના બે દિવસ બાદ 8 જાન્યુઆરીએ બીજો ફોન કોલ કરવામાં આવ્યો હતો. તેના ફોન કોલ્સમાં, જનરલ મિલેએ ચીની જનરલને ખાતરી આપી હતી કે અમેરિકા સ્થિર છે અને તેના પર હુમલો કરશે નહીં. જો હુમલો થવાનો છે, તો તે સમય પહેલા તેના ચીની જનરલને ચોક્કસથી જાણ કરશે.

જનરલને દૂર કરવાની ભલામણ

જનરલ મિલેની ઓફિસ તરફથી આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. રિપબ્લિકન સેનેટર માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ જો બાઇડેનને જનરલ મિલીને તાત્કાલિક હટાવવા કહ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, જનરલ મિલેએ બીજી વખત ચીન સાથે સંપર્ક કર્યો હતો જ્યારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સ્પીકર નેન્સી પેલોસીએ ‘અસ્થિર રાષ્ટ્રપતિ’ દ્વારા પરમાણુ હુમલો અટકાવવા સંબંધિત સુરક્ષા નિયમો વિશે પૂછ્યું હતું. આ સમયે પેલોસી જનરલ સામે ટ્રમ્પને પાગલ કહી દીધા હતા. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, તે સમયે જનરલે પેલોસીને કહ્યું હતું કે તે તેની દરેક વાત સાથે સંમત છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો