અમેરિકામાં 3 સપ્તાહમાં બીજી વખત 'શટડાઉન', લાખો કર્મચારી 'ઘરભેગા' - Sandesh
  • Home
  • World
  • અમેરિકામાં 3 સપ્તાહમાં બીજી વખત ‘શટડાઉન’, લાખો કર્મચારી ‘ઘરભેગા’

અમેરિકામાં 3 સપ્તાહમાં બીજી વખત ‘શટડાઉન’, લાખો કર્મચારી ‘ઘરભેગા’

 | 12:21 pm IST

અમેરિકન કૉંગ્રેસમાં સમયસર એક બજેટનું બિલ પાસ ન થવાના લીધે અમેરિકાને ‘શટ ડાઉન’નો સામનો કરવો પડશે. યુએસ સાંસદોને આશા હતી કે નવા બિલને અડધી રાત્રે ફેડરલ ફંડિંગ એક્સપાયર થતાં પહેલાં પાસ કરી લેવાશે. રિપબ્લિકન સેનેટર રેન્ડ પૉલની આશાઓને ત્યારે ધક્કો લાગ્યો જ્યારે તેમણે તેના ખર્ચની મર્યાદાને મેનટેન કરવાના સંશોધન પર ચેમ્બરમાં ચર્ચા કરવાની માંગણી કરી. આની પહેલાં જાન્યુઆરીમાં પણ સરકારને ત્રણ દિવસના શટ ડાઉનનો સામનો કરવો પડ્યો હતો.

આપને જણાવી દઇએ કે અમેરિકામાં એન્ટી-ડેફિશિઅન્સી એક્ટ લાગૂ છે. તેની અંતર્ગત અમેરિકામાં પૈસાની અછત પર સંઘીય એજન્સીઓને પોતાનું કામકાજ રોકવું પડે છે એટલે કે કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવે છે. આ દરમ્યાન તેમણે પગાર પણ આપવામાં આવતો નથી. આ સ્થિતિમાં સંરકાર સંઘીય બજેટ લાવે છે, જેને પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાંથી પસાર કરવું ફરજીયાત હોય છે. હાલની પરિસ્થિતિને જોતા 8 લાખથી વધુ સંઘીય કર્મચારી ગેરહાજર રહેશે. માત્ર ઇમરજન્સી સર્વિસીસ જ ખુલી રહેશે.

આની પહેલાં 20 જાન્યુઆરીના રોજ સરકારી ખર્ચાઓને લઇ લાવામાં આવેલા મહત્વપૂર્ણ આર્થિક બિલને અમેરિકન પાર્લામેન્ટની મંજૂરી મળી નહોતી, તેના લીધે સરકારને ‘શટડાઉન’ની જાહેરાત કરવી પડી હતી.