Us House Begins Vote On Impeaching Donald Trump After Capitol Siege
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકાનાં 245 વર્ષના ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ ચાલશે મહાભિયોગ, બંને ગૃહોમાં બીજી વાર પ્રસ્તાવ પાસ

અમેરિકાનાં 245 વર્ષના ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ ચાલશે મહાભિયોગ, બંને ગૃહોમાં બીજી વાર પ્રસ્તાવ પાસ

 | 9:49 am IST
  • Share

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ આડે માંડ સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે અમેરિકી સંસદમાં ટ્રમ્પ સામે બીજીવાર મહાભિયોગની કાર્યવાહીનો તખતો તૈયાર થઇ ગયો છે. બુધવારે અમેરિકી સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ટ્રમ્પ સામેના મહાભિયોગ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મતદાન દરમિયાન ટ્રમ્પના મહાભિયોગ પ્રસ્તાવને પક્ષમાં 232 અને વિપક્ષમાં 197 મત મળ્યા હતા. આ પ્રસ્તાવ માટે મત આપનારાઓમાં 222 ડેમોક્રેટ્સ સાંસદ હતા, જ્યારે 10 રિપબ્લિકન. મહાભિયોગને 218 મતોની જરૂર છે.

સમય પહેલાં ટ્રમ્પને છોડવું પડશે પોતાનું પદ

તેની સાથે અમેરિકામાં રાજકીય સંકટ વધુ ઉંડું બન્યું છે. તમામની નજર હવે સેનેટ પર છે. જો સેનેટમાં મહાભિયોગના પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ધારિત સમય પૂર્વે રાષ્ટ્રપતિ પદ છોડવું પડશે. સેનેટમાં પસાર કરેલા મહાભિયોગ પ્રસ્તાવને પસાર કરવા માટે સભ્યોના બે તૃતીયાંશ સભ્યોના મતોની જરૂર રહેશે. જો કે, સેનેટમાં રિપબ્લિકન નેતાઓ 50ની સામે 51ના પાતળા બહુમતી ધરાવે છે. પ્રસ્તાવ પસાર કરવો થોડો મુશ્કેલ લાગે છે, પરંતુ તે ભૂલવું ન જોઈએ કે ઘણા રિપબ્લિકન પણ ટ્રમ્પની વિરુદ્ધ છે.

2019માં પણ મહાભિયોગ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ 2019માં મહાભિયોગમાંથી પસાર થવું પડ્યું હતું. જો કે, ફેબ્રુઆરી 2020માં ડોનાલ્ડ ટ્રમ્પના સહાયકની રિપબ્લિકન બહુમતીવાળી સેનેટે 52-48ના અંતરથી સત્તાના દુરૂપયોગના આરોપને નકારી દીધો. ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગના આરોપ હોવા છતાં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર પ્રથમ વ્યક્તિ છે.

ટ્રમ્પ 1958ના પૂર્વ રાષ્ટ્રપતિ કાયદા હેઠળ પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે મળતી સુવિધાઓ ગુમાવશે. તેમાં પેન્શન, હેલ્થ વીમો અને કરદાતાઓના ખર્ચ પર સિક્યોરિટી ડીટેલ જેવી સુવિધાઓ સામેલ છે. ભવિષ્યમાં તેમને કોઈ પદ પણ નહીં મળે. મહાભિયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે આ દેશમાં ભયંકર ગુસ્સાનું કારણ બનશે. જોકે ટ્રમ્પને પોતાની જ પાર્ટીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રિપબ્લિકન સેનેટર ચેની કહે છે કે અમેરિકા સાથે આટલો મોટો દગો કોઈ રાષ્ટ્રપતિએ કર્યો નથી.

ટ્રમ્પે હિંસા ન કરવા અપીલ કરી હતી

આ પહેલા ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં લોકોને અપીલ કરી હતી કે હવે દેશમાં કોઈ હિંસા ન થાય. કોઈ પણ કાયદો ભંગ થાય તેવું કામ ન થવું જોઈએ. આ તે નથી જેનો હું સપોર્ટ કરું છું. ના તો તેના માટે અમેરિકા તેનો સાથ આપે છે. હું તમામ અમેરિકનોને અપીલ કરું છું કે તણાવ ઓછો કરવામાં અને વાતાવરણને શાંત કરવામાં મદદ કરો.

પાંચ રિપબ્લિકન સાંસદો ટ્રમ્પના મહાભિયોગનાં સમર્થનમાં

પાંચ રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહીની તરફેણમાં મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિનિધિસભામાં રિપબ્લિકન સાંસદ લિઝ ચેનીએ જણાવ્યું હતું કે, અમેરિકાના ઔઇતિહાસમાં પ્રમુખ, તેમની કચેરી અને બંધારણના શપથ સાથે આટલી મોટી દગાબાજી ક્યારેય જોવા મળી નથી. ટ્ર્પે ટોળાં એકઠાં કર્યાં અને તેમને સંસદ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતાં. હું ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી માટે મત આપીશ.

ટ્રમ્પને કોઈ પસ્તાવો નથી, ઉશ્કેરણીને યોગ્ય ગણાવી

ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની કરણીનો કોઇ પસ્તાવો નથી. ઊલટાની તેમણે ધમકી ઉચ્ચારી છે કે મારી સામે મહાભિયોગની કાર્યવાહી કરાશે તો દેશમાં વધુ હિંસા ભડકી ઉઠશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, મારા સમર્થકો સંસદ પર મોરચો લઇ ગયા હતા જેથી તેઓ ચૂંટણી પરિણામો ફગાવી દેવા માટે સાંસદો પર દબાણ સર્જી શકે. મેં તેમને યોગ્ય પ્રોત્સાહન જ આપ્યું હતું. મારા મહાભિયોગની અફવા અમેરિકન ઇતિહાસનો સૌથી ઝેરી પ્રચાર છે. મહાભિયોગની કાર્યવાહી ભયાનક રોષ, વિભાજન અને પીડા પેદા કરી રહી છે. જે અમેરિકા માટે અત્યંત ભયજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન