US Island Is Offering Rs.91.6 Lakh Salary To Anyone Who Can Look After Lighthouse
  • Home
  • Featured
  • આ શહેરમાં લાઇટહાઉસનું ખાલી ધ્યાન રાખવાનો પગાર 91 લાખ, કરો તાબડતોડ અરજી

આ શહેરમાં લાઇટહાઉસનું ખાલી ધ્યાન રાખવાનો પગાર 91 લાખ, કરો તાબડતોડ અરજી

 | 10:31 am IST

અમેરિકાના એક શહેર કેલિફોર્નિયાના એક દ્વીપ 1,30,000 ડોલર એટલે કે 91,64,350 ભારતીય રૂપિયા ભારે-ભરખમ પગાર આપી રહ્યાં છે. જે બે લોકોની વચ્ચે વહેંચાશે. આ પગાર આઇલેન્ડ પર આવેલા ઐતિહાસિક લાઇટ હાઉસની દેખરેખ કરવા પર મળશે.

સીએનએનના રિપોર્ટમાં કહ્યું છે કે ઇસ્ટ બ્રધર લાઇટ સ્ટેશન સૈન પાબ્લો ખાડીમાં આવેલ છે, જે બૃહદ સૈન ફ્રાંસિસ્કોની ખાડીનો એક ભાગ છે.

આ લાઇટહાઉસની સ્થાપના 1874માં કરાઇ હતી. જેથી કરીને સેન ફ્રાન્સિસ્કોની આસપાસના વિસ્તારમાં નાવિકોને નેવિગેટ કરવામાં મદદ કરી શકાય. આ લાઇટહાઉસને 1960ના દાયકામાં સ્વચાલિત બનાવામાં આવ્યું હતું, જે હજુ સુધી કામ કરી રહ્યું છે. તેની જવાબદારી અમેરિકન તટરક્ષક બળની પાસે છે અને તેની દેખરેખ નોન પ્રોફિટેબલ ગ્રૂપ ઇસ્ટ બ્રધર લાઇટહાઉસ કરે છે.

આ લાઇટહાઉસ પર 1979થી જ બેડ અને બ્રેકફાસ્ટની સાથે પર્યટકોને રોકાવાની પણ સગવડ ચલાવી રહ્યા છે, તેમાંથી પ્રાપ્ત થતી આવકમાંથી તેની દેખભાળ કરાય છે.

કેલિફોર્નિયાના રિચમંડના સ્થાનિક મેયર ટોમ બટ્ટે સીએનએનને કહ્યું કે મેં અહીં ચાલીસ વર્ષ કામ કર્યું છે. શરૂઆતમાં તેને છોડી દીધું હતું. અમે તેની દેખરેખ માટે આવક ઉભી કરવાની રીત શોધી. બટ્ટ લાઇટહાઉસને ચલાવનાર નોન પ્રોફિટેબલ સંસ્થાના પ્રમુખ પણ છે. તેના બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટમાંથી મળતી આવકનો ઉપયોગ આ ઐતિહાસિક બિલ્ડિંગના મેન્ટેનન્સ અને મરામતમાં કરાય છે.

અહીં નોકરી માટે અરજી કરનાર પાસે આતિથ્ય ઉદ્યોગનો અનુભવ જરૂરી છે, તેમજ સાથો સાથ અમેરિકન કોસ્ટ ગાર્ડ કોમર્શિયલ બોટ ઓપરેટર લાઇસન્સ પણ હોવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન