અમેરિકાની જેલમાં હસ્તમૈથુન નહીં કરનાર કેદીને ઈનામમાં મળે છે પિત્ઝા - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકાની જેલમાં હસ્તમૈથુન નહીં કરનાર કેદીને ઈનામમાં મળે છે પિત્ઝા

અમેરિકાની જેલમાં હસ્તમૈથુન નહીં કરનાર કેદીને ઈનામમાં મળે છે પિત્ઝા

 | 2:14 pm IST

અમેરિકાના શિકાગોની જેલમાં 30 દિવસ સુધી હસ્તમૈથુન નહીં કરનાર કેદીને ઈનામ તરીકે પિત્ઝા આપવામાં આવે છે. જેલમાં ફરજ બજાવતીં મહિલા કર્મચારીઓના જણાવ્યા અનુસાર જેલમાં હસ્તમૈથુન અને બળાત્કારની સતત બનતી ઘટનાથી વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઈ છે.

કુક કાઉન્ટી પબ્લિક ડિફેન્ડરની ઓફિસે જણાવ્યું હતું કે કુક કાઉન્ટી જેલ કોર્ટ હાઉસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ પુરુષ કેદીઓના યૌન શોષણનો ભોગ બને છે. આટલું જ નહીં પુરુષ કેદીઓ એટર્નીને પણ બળાત્કારની ધમકી આપે છે અને મહિલાઓ સામે જ હસ્તમૈથુન કરે છે.

પરિસ્થિતિનો ઉકેલ લાવવા જિલ્લા વડા થોમસ ડાર્ટે આરોપીઓને ઈનામ આપવાની યોજના અમલ મુકી તે પછી સ્થિતિ વધુ વણસી છે. યોજના મુજબ જો કોઈ કેદી 30 દિવસ સુધી જાહેરમાં હસ્તમૈથુન નહીં કરે તો તેને ઈનામમાં પિઝા આપવામાં આવશે. આ યોજનાને લીધે હસ્તમૈથુન નહીં કરતા કેદીઓની હિંમત ખુલી ગઈ છે. તેઓ 30 દિવસ સુધી હસ્તમૈથુન કરતાં નથી અને પિત્ઝા ખાતા પછી તુરત હસ્તમૈથુન કરે છે.