USની 'આ' જાયન્ટ કંપની અમદાવાદની એક કંપનીને કરશે ટેક ઓવર, સોદાની કિંમત છે અધધધ.. - Sandesh
  • Home
  • Ahmedabad
  • USની ‘આ’ જાયન્ટ કંપની અમદાવાદની એક કંપનીને કરશે ટેક ઓવર, સોદાની કિંમત છે અધધધ..

USની ‘આ’ જાયન્ટ કંપની અમદાવાદની એક કંપનીને કરશે ટેક ઓવર, સોદાની કિંમત છે અધધધ..

 | 10:18 am IST

ક્નોલોજી ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ સપોર્ટ અને સપ્લાય ચેઈન ર્સિવસીસ આપતી વિશ્વની ફોર્ચ્યુન ૧૧૮ કંપની એરો ઈલેક્ટ્રોનિક્સે ઈ-ઈન્ફોચિપ્સ કંપનીનું હસ્તાન્તરણ તથા વિલિનીકરણ કરવા માટે કંપની સાથે કરાર કર્યાે છે

અમેરિકન કંપની એરો ઈલેક્ટ્રોનિક્સ ટૂંક સમયમાં અમદાવાદ સ્થિત મેસર્સ ઈ-ઈન્ફોચિપ્સને રૃ.૧૮૦૦ કરોડમાં ટેક ઓવર કરશે. ઈ-ઈન્ફોચિપ્સ કંપનીના સીઈઓ પ્રતુલ શ્રોફે એક અખબારી નિવેદન દ્વારા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ટેક્નોલોજી ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ સપોર્ટ અને સપ્લાય ચેઈન ર્સિવસીસ આપતી વિશ્વની ફોર્ચ્યુન ૧૧૮ કંપની એરો ઈલેક્ટ્રોનિક્સે ઈ-ઈન્ફોચિપ્સ કંપનીનું હસ્તાન્તરણ તથા વિલિનીકરણ કરવા માટે કંપની સાથે કરાર કર્યાે છે અને આ હસ્તાન્તરણ બાદ ઈ-ઈન્ફોચિપ્સ એરો ઈલેક્ટ્રોનિક્સ આઈએનસીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની તરીકે કામ કરશે બન્ને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ સોદાનેે મંજૂરી આપી દેવાઈ છે અને આ સોદો ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં પૂરો થવાની ધારણા છે.
ઈ-ઈન્ફોચિપ્સ કંપની પ્રોડક્ટ એન્જિનિયરિંગ તથા સોફ્ટવેર આરએન્ડડી ર્સિવસીસ ક્ષેત્રે પ્રવૃત્ત છે. છેલ્લા એક માસથી આ સોદા અંગે વાતચીત ચાલતી હતી. જો કે આ મોટા હસ્તાન્તરણ વિલીનીકરણ અંગે મંગળવારે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી જાહેરાત થવાની હતી, પણ છેલ્લી ઘડીએ પત્રકાર પરિષદ રદ કરી અખબારી નિવેદન દ્વારા જાહેરાત કરાઈ હતી.
એવેન્ડસ કેપિટલ કંપની કે જે ભારત સહિત યુકે અને યુએસમાં મોટા હસ્તાન્તરણ અને વિલિનીકરણ પ્રોજેક્ટો સંભાળે છે તે આ રૃ.૧૫૦૦થી ૧૮૦૦ કરોડના મોટા સોદામાં એડવાઈઝરની ભૂમિકા ભજવે છે.
અહીં એ પણ નોંધવું રહ્યું કે, ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડ ઈ-ઈન્ફોચિપ્સમાં ૫ ટકાનો ઈક્વિટી હિસ્સો ધરાવે છે.