US landed India into crisis by taking it off developing countries' list: Shiv Sena
  • Home
  • Featured
  • શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, ટ્રમ્પે ભારત આવતા પહેલાં કડવા કારેલા મોકલાવ્યા

શિવસેનાએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, ટ્રમ્પે ભારત આવતા પહેલાં કડવા કારેલા મોકલાવ્યા

 | 10:00 am IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે. તેઓ 24મી ફેબ્રુઆરીના રોજ ભારત આવી રહ્યા છે આ દરમ્યાન અમદાવાદ અને નવી દિલ્હીમાં રહેશે. ટ્રમ્પની આ યાત્રા પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર બરાબર આડા હાથ લીધી છે.

શિવસેનાએ લખ્યું કે ભારતમાં ટ્રમ્પનું જોરદાર સ્વાગત કરવા માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે, આ દરમ્યાન અમેરિકાએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ખભે બંદૂક મૂકીને અમેરિકાની વ્યાપાર પ્રતિનિધિ સમિતિ (યુએસટીઆર)એ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ અલગ કરી દીધું છે. તેને ભારતને મોટો આર્થિક ઝાટકો કહી શકાય છે.

ભારતીય વેપારીઓને ટ્રમ્પનો જબરદસ્ત ઝાટકો

સામનાએ લખ્યું કે વિકાસશીલ દેશ હોવાના નાતે ભારતને આજ સુધી પોતાના ઉત્પાદન અને નિકાસ માટે અમેરિકાથી ટેકસમાં મોટી છૂટ મળી હતી. હવે ભારતના અમેરિકન વેપારને જબરદસ્ત ઝાટકો લાગ્યો છે. અમેરિકાથી ટેક્સમાં સબ્સિડી મળવાના દરવાજા બંધ થવાના લીધે કેટલીય વસ્તુઓના નિકાસ હેતુ ભારતને મોટી રકમ ખર્ચ કરવી પડશે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતના તમામ વૈશ્વિક વેપારીઓને પણ તેનું દુષ્પરિણામ ભોગવવું પડશે.

કેટલાંય વિકાસશીલ દેશો પર ટ્રમ્પનો પ્રહાર

સામનાએ ઉલ્લેખ કર્યો છે કે વિકાસશીલ દેશોને WTO વેપાર વૃદ્ધિ માટે સબસિડી કે સગવડ આપે છે. આ સગવડ ટ્રમ્પના આંખના કણાને કૂચતી હતી. આથી ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહિત કેટલાંય દેશોના વિકાસશીલ દેશોને યાદીમાંથી અમેરિકાએ બહાર કરી દીધા છે.

કેમ છો ટ્રમ્પનો ભવ્ય કાર્યક્રમ

સામનાએ લખ્યું કે આ આકરા નિર્ણય માટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારત મુલાકાતનું મૂહુર્ત પસંદ કરવું ધક્કાદાયક છે. કોઇપણ રાષ્ટ્રનો પ્રમુખ જ્યારે બીજા દેશની યાત્રા પર જાય છે ત્યારે થોડુંક સકારાત્મક કરવાનો રિવાજ છે. જૂના જમાનામાં રાજા-મહારાજાઓની તરફથી મીઠાઇની ટોકરીઓ મોકલવાનું પ્રચલન હતું. આ શિષ્ટાચાર આજે પણ કંઇક અલગ રીતે નિભાવાય છે.

જોકે અમેરિકા આ પરંપરાને તોડી દીધી છે. 24મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત પર આવી રહ્યા છે. હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ના તર્જ પર ‘કેમ છો ટ્રમ્પ’ ભવ્યાતિભવ્ય સમારંભ અમદાવાદમાં થવાનો છે. બીજા દિવસે પ્રેસિડન્ટ ટ્રમ્પ રાજધાની દિલ્હી પહોંચશે.

ટ્રમ્પે આપી મીઠાઇની જગ્યાએ કડવા કારેલા

શિવસેનાએ કહ્યું કે ટ્રમ્પના સ્વાગત માટે ભારતમાં કોઇ કસર રહેવી ના જોઇએ તેના માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર યુદ્ધસ્તરે કમ કરી રહ્યા છે. ખુદ વડાપ્રધાન મોદી સ્વાગત સમારંભની તૈયારીઓનું જીણામાં જીણું નિરીક્ષણ કરી રહ્યા છે. ટ્રમ્પની આ મુલાકાતથી ભારત અને અમેરિકાના સંબંધ પ્રગાઢ થશે, પરંતુ ટ્રમ્પ મીઠાઇની જગ્યાએ વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં ભારતને ઝાટકો આપનાર કડવા કારેલાનો પટારો ભારતને ભેટ કરી દીધો.

અમેરિકામાં આ વર્ષના અંતિમ મહિનામાં અધ્યક્ષ પદની ચૂંટણી થવાની છે. ચૂંટણી જીતવા માટે અમેરિકનોના મનને જીતવાનું એકસૂત્ર કાર્યક્રમ ટ્રમ્પે ચલાવ્યું છે. આથી અમેરિકન કંપનીઓનું નુકસાન ટાળવા માટે ભારતીય ઉદ્યોગપતિઓની કમર તોડવાનો નિર્ણય તેમણે લીધો છે.

ટ્રમ્પે ફેંકી ગુગલી- ભારત માટે ધર્મ સંકટ

સામનામાં લખ્યું છે કે દાવોસમાં આયોજીત વિશ્વ આર્થિક પરિષદમાં પણ ટ્રમ્પે કહ્યું કે જો ભારત અને ચીન વિકાસશીલ દેશ હશે તો અમેરિકા પણ વિકાસશીલ દેશ જ છે. એવું કહીને તમણે દુનિયાને ચોંકાવી દીધી. ભારતનો વૈશ્વિક વેપાર 0.5 ટકા વધી ગયો છે અને ભારત હવે ‘જી-20’ નામના શક્તિશાળી દેશોના સંગઠનનો સભ્ય છે. આથી ભારત હવે વિકાસશીલ નહીં, પરંતુ વિકસિત દેશોની શ્રેણીમાં આવે છે, ટ્રમ્પ પ્રશાસને એવી ગૂગલી ફેંકી છે કે ભારત માટે મોટું ધર્મસંકટ છે.

ભારતની 28 ટકા વસતી ગરીબ

સામનાએ લખ્યું કે વિકસિત દેશ બતાવતા તાળીઓ વગાડવી હોય તો ભારતની 28 ટકા પ્રજા આજે પણ વિન્નાવસ્થામાં રહે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, સ્વચ્છતા અને ગરીબી નિર્મૂલન જેવા તમામ ક્ષેત્રોમાં વિકસિત દેશોની તુલનામાં ભારત માઇલો દૂર છે. વિકસિત હોવાનું બાકી છે અને વિકાસશીલ હોવાના લીધે મળનાર લાભ પણ બંધ થઇ ગયા. જો કે મોદી અને ટ્રમ્પની પાક્કી દોસ્તીને જોતા ટ્રમ્પે વિકાસશાલી દેશોના દરજ્જાને નીકાળી લેવાના જે કડવા કારેલા મોકલ્યા છે, આપણા વડાપ્રધાન તેને મીઠાઇમાં રૂપાંતરણ કરવામાં સફળ થશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં કોઇ આપત્તિ નથી.

આ વીડિયો પણ જુઓ : ટ્રમ્પ આવે…વિકાસ લાવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન