US Lawmakers 'concerned' About India-Pakistan Tension
  • Home
  • Featured
  • અમેરિકન સાંસદોએ ભારત-પાકિસ્તાનમાં રાજદૂતોને કાશ્મીરને લઇ પત્ર લખ્યો, વ્યકત કરી આ ગંભીર ચિંતા

અમેરિકન સાંસદોએ ભારત-પાકિસ્તાનમાં રાજદૂતોને કાશ્મીરને લઇ પત્ર લખ્યો, વ્યકત કરી આ ગંભીર ચિંતા

 | 11:26 am IST

અમેરિકન સાંસદોના ગ્રૂપે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં હાજર અમેરિકન રાજદૂતને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો છે.

જમ્મુ-કશ્મીરને ખાસ દરજ્જો આપનાર ભારતીય સંવિધાનની કલમ 370ની મોટાભાગની જોગવાઇઓને પાંચમી ઑગસ્ટના રોજ પૂરી કરી દેવાઇ અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયો. પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે. ત્યારબાદથી બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે.

નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં અમેરિકન રાજદૂતો કેનેથ જસ્ટર અને રૉલ ડબલ્યુ જોન્સને શુક્રવારના રોજ અમેરિકન સાંસદે પત્ર લખીને કહ્યું કે એવી આશંકા છે કે આ સંકટના પરિણામસ્વરૂપ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધોમાં નરમાઇ જ રહેશે.

પત્રમાં કહ્યું છે કે આ સ્થિતિ વૈશ્વિક શાંતિ અને સ્પષ્ટ રીતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. પાકિસ્તાન અને ભારત બંને મહત્વપૂર્ણ સહયોગી છે અને અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા સહિના ક્ષેત્રમાં અમારા હિતો માટે ખૂબ જ જરૂરી છે.

પત્રમાં બેને દેશોના અમેરિકન રાજદૂતોને અપીલ કરી છે કે તેઓ પોતાની ક્ષમતા પ્રમાણે બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવા માટે દરેક શકય પ્રયાસ કરે. આ પત્ર પર ઇલહાન ઉમર, રાઉલ એમ ગ્રીજાલ્વા, અંડી લેવિન, જેમ્સ પી મૈકગવર્ન, ટેડ લ્યુ, ડોનાલ્ડ બેયર અને એલન લોવેનથલના હસ્તાક્ષર છે.

આ વીડિયો પણ જુઓ – ભારતનો યુએનમાં પાકિસ્તાનને સણસણતો જવાબ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન