USમાં ભણનાર વિદેશીઓને એચ-વનબી વિઝામાં પ્રાથમિકતા આપવા ખરડો રજૂ - Sandesh
  • Home
  • World
  • USમાં ભણનાર વિદેશીઓને એચ-વનબી વિઝામાં પ્રાથમિકતા આપવા ખરડો રજૂ

USમાં ભણનાર વિદેશીઓને એચ-વનબી વિઝામાં પ્રાથમિકતા આપવા ખરડો રજૂ

 | 1:06 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકામાં ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદોના એક જૂથે સંસદના બંને ગૃહમાં સ્કિલ્ડ નોન ઇમિગ્રન્ટ વિઝા કાર્યક્રમોમાં મહત્ત્વના સુધારા સૂચવતો ખરડો રજૂ કર્યો છે. ખરડામાં એચ-વનબી વિઝા જારી કરતી વખતે અમેરિકામાં જ અભ્યાસ કરનારા વિદેશી ટેક્નોલોજી પ્રોફેશનલ્સને પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. એચ-વનબી અને એલ-૧ વિઝા રિફોર્મ એક્ટમાં સૂચવાયેલા સુધારા અંતર્ગત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝે પહેલીવાર એચ-વનબી વિઝાની ફાળવણીમાં પ્રાથમિકતા નક્કી કરવી પડશે. જેના પગલે અમેરિકામાં જ અભ્યાસ કરીને ઉચ્ચ અને એડવાન્સ્ડ ડિગ્રીઓ હાંસલ કરનારા ભારતીયો સહિતના વિદેશી નાગરિકોને એચ-વનબી વિઝામાં પ્રાથમિકતા મળશે.

ખરડાની મુખ્ય જોગવાઈઓ

  1. એચવન-બી અથવા એલ-વન વિઝાધારકને અમેરિકન કામદારોના સ્થાને રિપ્લેસ કરવા પર પ્રતિબંધ
  2. વિદેશી કામદારોને લાવીને થોડો સમય તાલીમ આપવાના હેતુથી કામ કરાવીને દેશમાં પરત લઈ જતી આઉટસોર્સિંગ કંપનીઓ સામે આકરા પગલાં લેવામાં આવે
  3. ૫૦ કરતાં વધુ કર્મચારી અને તેમાં પણ ૫૦ ટકા એચ-વનબી અથવા એલ-વન ધરાવતી કંપનીઓ વધારાના એચ-વનબી વિઝાધારકને નોકરી પર રાખી શક્શે નહીં
  4. અમેરિકી શ્રમવિભાગને પ્રોગ્રામની શરતોનું પાલન કંપનીઓ દ્વારા બરાબર કરાય છે કે નહીં તેની ચકાસણી કરવાની વધુ સત્તા અપાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;