Limo crash kills 20 people in deadliest US transportation accident
  • Home
  • Featured
  • ન્યૂયોર્કમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, 2 લિમોઝીન કારની ટક્કરથી છવાયો માતમ

ન્યૂયોર્કમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, 2 લિમોઝીન કારની ટક્કરથી છવાયો માતમ

 | 9:33 am IST

ન્યૂયોર્ક સ્ટેટમાં શનિવારે એક ગમખ્વાર દુર્ઘટનાએ 20 લોકોનો ભોગ લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે પૂરપાટ ગતિએ આવી રહેલી લિમોઝીન કાર પાર્કિંગમાં ઊભેલી બીજી લિમોઝીન કાર સાથે ટકરાઈ જઈને ફંગોળાઈ જતાં રાહદારીઓનો ભોગ લેતી ઢોળાવ પરથી 60 માઈલની ગતિથી ઊતરવા લાગી હોવાથી ચોમેર ચીસાચીસ થઈ ગઈ હતી. અલ્બાની નજીક સ્ચોહેર કાઉન્ટીમાં કાર ટકરાઈ ગઈ હતી.

એસયુવી કારમાંથી તૈયાર થયેલી મોટી લિમોઝીન કાર બીજી કાર સાથે ટકરાઈને પહાડનો ઢોળાવ ઊતરવા લાગતા રસ્તામાં આવતા રાહદારીઓને અડફેટે લઈ રહી હતી. એપલ બેરલ મેનેજર જેસિકા કીરબીએ જણાવ્યું હતું કે તેના પાર્કિંગમાં ઊભેલા ગ્રાહકોના મૃત્યુ થયા હતા. લિમોઝીન ફંગોળાઈને 60 માઈલની ઝડપે દોડતી ઢોળાવ ઊતરી રહી હતી. પહાડીના ઢોળાવ પર દોડતી લિમોઝીન કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારના પૂર્જા પણ દૂર દૂર સુધી પથરાયેલા મળી આવ્યા હતા.

ઘટનાના સાક્ષી શું કહે છે?

ઘટનાને નજરે નિહાળનારના જણાવ્યા મુજબ લિમોઝીન કારમાં 18 લોકો સફર કરી રહ્યા હતા. જન્મ ઉજવણી માટે ચાર બહેનો અને તેમના સંબંધીઓને લઈ જઈ રહેલી લિમોનીઝ સ્ટોપ સાઇનને તોડીને એક સ્ટોરના પાર્કિંગમાં ઘુસી ગઈ હતી. સ્ટોર બહાર ઊભેલી ખાલી લિમોઝીન કાર સાથે ટકરાઈને તે ફંગોળાઈ જતાં કારમાં સફર કરી રહેલા કાર ચાલક અને 17 પ્રવાસીઓ તેમ જ પાર્કિંગમાં ઊભેલા બે રાહદારીઓના મૃત્યુ થયા હતા. બંને કાર ટકરાઈ ત્યારે મોટા વિસ્ફોટ જેવો અવાજ થયો હતો.

લિમોઝીન કાર જોખમી

લિમોઝીન એટલે બજારમાંથી કોઈક કાર ખરીદ કરીને તેમાં સુધારા વધારા કરીને તૈયાર થતી મોટી લાંબી કાર. લિમોઝીન કારના ઉપયોગના જોખમો વિશે અમેરિકામાં અગાઉ પણ ચિંતા સેવાતી રહી છે. લિમોઝીન લાંબી કાર છે અને તેના અકસ્માતની શક્યતા વધી જતી હોય છે.