US Man claim abducted by aliens
  • Home
  • Top News
  • અમેરિકન શખ્સનો વિચિત્ર દાવો- ‘એલિયન્સના કારણે મારું ઘર ભાંગ્યુ’

અમેરિકન શખ્સનો વિચિત્ર દાવો- ‘એલિયન્સના કારણે મારું ઘર ભાંગ્યુ’

 | 9:05 pm IST
  • Share

  • એલિયન્સનો શિકાર બન્યો સ્ટીવ
  • એલિયન્સે અપહરણ કરીને હાથમાં યંત્ર ફિટ કર્યું
  • એલિયન્સના યંત્રના કારણે મારી જિંદગી બરબાદ થઈ, જૉબ પણ છૂટી

એક અમેરિકન શખ્સે વિચિત્ર દાવો કર્યો છે. આ શખ્સનું કહેવું છે કે, તેનું એલિયન્સ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જે બાદ એલિયન્સે તેના હાથમાં એક યંત્ર નાંખી દીધુ હતું. જે બાદ તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ યંત્રના કારણે તેના લગ્ન તૂટી ગયા.

આ વિચિત્ર દાવો કરનારા શખ્સનું નામ સ્ટીવ કોલબર્ન છે. સ્ટીવે દાવો કર્યો છે કે, તે એલિયન્સની યાન UFOમાં અનેક વખત બેસી ચૂક્યો છે. જેની શરૂઆત એક એલિયન યાનથી થઈ હતી, જે એક ઝાડ ઉપર મંડરાઈ રહ્યું હતું.

સ્ટીવે કહ્યું કે, જ્યારે તે UFOની પાસે ગયો, ત્યારે સ્પેશિપથી નીકળી રહેલી ગ્રીન લાઈટે તેને અંદર ખેંચી લીધો. એલિયન તેને પોતાના યાનમાં એક મેડિકલ સ્ટેશન લઈ ગયા અને ત્યાં તેને એક ટેબલ પર સૂવડાવી દીધો.

સ્ટીવે એક ટીવી શૉમાં કહ્યું છે કે, એલિયન્સ એક લાંબા મશીનનો ઉપયોગ કરી રહ્યાં છે, જે સ્ટીલથી બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળી રહ્યાં હતા.

આ મશીનની મદદથી તેના હાથમાં એક યંત્ર નાંખી દેવામાં આવ્યું. જ્યારે એલિયન તેને પરત છોડીને ગયા, ત્યારથી અત્યાર સુધી તેની જિંદગી સ્થિર નથી રહી. સ્ટીવે દાવો કર્યો કે, આ યંત્રના કારણે તેના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા. મારી પત્ની પણ મારાથી ખુશ નહતી રહેતી અને મારા પર સનસનીખેજ આરોપ લગાવતી રહેતી હતી.

એલિયનનો શિકાર બનેલા સ્ટીવે કહ્યું કે, આ અપહરણના કારણે તેને પોતાની નોકરી પણ ગુમાવવી પડી છે. હવે મને લાગી રહ્યું છે કે, હું અહીના માનવ સમાજ અને એલિયન સભ્યતાનો એક સભ્ય છું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો