અમેરિકામાં રહેતા ભારતીયો ખાસ જુએ આ વીડિયો, જોઈને થશો સ્તબ્ધ - Sandesh
  • Home
  • Main News
  • અમેરિકામાં રહેતા ભારતીયો ખાસ જુએ આ વીડિયો, જોઈને થશો સ્તબ્ધ

અમેરિકામાં રહેતા ભારતીયો ખાસ જુએ આ વીડિયો, જોઈને થશો સ્તબ્ધ

 | 1:48 pm IST

અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર થઈ રહેલા હુમલા વચ્ચે માઈગ્રેશન વિરોધી વેબસાઈટે એક વીડિયો જારી કર્યો જેના કારણે ભારતીય સમુદાયની ચિંતા વધી ગઈ છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઓહાયોમાં ભારતીય પરિવારોનો ખાનગી રીતે વીડિયો બનાવી રહ્યો છે જેમાં તે કહે છે કે ‘ભારતીય ભીડ’ એ મિડવેસ્ટ વિસ્તારોને બરબાદ કરી નાખ્યા છે. 2.49 મિનિટના આ વીડિયોને સેવ અમેરિકન આઈટી જોબ્સ ડોટ ઓઆરજી નામની વેબસાઈટે પોસ્ટ કર્યો છે. તેણે એમ પણ કહ્યું કે ભારતીયોએ અહીંના અમેરિકનોની નોકરી પડાવી લીધી છે.

સમાચાર વેબસાઈડના અહેવાલ મુજબ વેલકમ ટુ કોલંબસ ઓહાયો સબઅવર્સ- લેટ્સ ટેક અ વોક ટુ ઈન્ડિયન પાર્ક નામ વાળા આ વીડિયોને 66 વર્ષના કોમ્પ્યુટર પ્રોગ્રામરે બનાવ્યો છે જેનું નામ સ્ટીવ પ્યૂશર હોવાનું કહેવાય છે. તે વર્જિનિયાનો રહીશ છે. ભારતીય પરિવારોની ખાનગી રીતે ફિલ્મ બનાવતી વખતે તે ભારતીયો પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ પણ કરી રહ્યો છે. તેણે કહ્યું કે ભારતીય ભીડે મિડવેસ્ટને બરબાદ કરી નાખ્યો છે. આ પાગલપણું છે. હું એક સવાલ પૂછું છું કે આ મધ્યમ, ઉચ્ચ મધ્યમ વર્ગીય વિસ્તારોમાં જે અમેરિકનો રહેતા હતાં તે લોકોને શું થઈ ગયું છે? આ બધા નાણા ક્યાંથી આવે છે. તેણે જે પાર્કમાં આ વીડિયો ઉતાર્યો હતો તેને મીની મુંબઈ ગણાવ્યો હતો.

પાર્કમાં બનાવવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારતીય બાળકો દોડાદોડી કરી રહ્યા છે અને રમી રહ્યાં છે. તેમના માતા પિતા અને વાલીઓ તેમને જોઈ રહ્યા છે. વીડિયોમાં વ્યક્તિ કહે છે કે ભારતીયોએ મોટા પ્રમાણમાં અમેરિકનોની નોકરી છીનવી લીધી છે. ભારતીયો અમેરિકન જીવનશૈલી અપનાવી રહ્યા છે. એટલું જ નહીં તેણે મહિલાઓના ટ્રેડિશનલ કપડા પ્રત્યે પણ ટિપ્પણી કરી અને કહ્યું કે તેમના કપડા મગજને ચકરાવી નાખે તેવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન