US media outlet accidentally utters Kamala Harris’ name as V-P choice of White House contender Joe Biden
  • Home
  • Featured
  • અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળની કમલા હેરિસ આખું સમીકરણ ફેરવી શકે છે, બિડેનની નોટમાં મોટો ખુલાસો

અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળની કમલા હેરિસ આખું સમીકરણ ફેરવી શકે છે, બિડેનની નોટમાં મોટો ખુલાસો

 | 10:03 am IST

ભારતીયોએ વિશ્વભરના દરેક ક્ષેત્રે પોતાની યોગ્યતા સાબિત કરી છે. હવે ભારતીય મૂળની મહિલા અમેરિકામાં ઉપ-રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની શકે છે. અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે યુએસની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી શકે છે.

અહેવાલો અનુસાર, સંભવિત ઉમેદવારોની એક યાદી મંગળવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનના હાથમાં જોવા મળી હતી, જેમાં ટોચ પર કમલા હેરિસનું નામ હતું. અત્યારે ભારતીયો પ્રત્યે ટ્રમ્પનું વલણ સકારાત્મક જોવા મળી રહ્યું છે, પરંતુ કમલા હેરિસની ઉમેદવારી આખા સમીકરણને બદલી શકે છે.

તમને જણાવી દઈએ કે, 3 નવેમ્બરના રોજ યોજાનારી યુએસની ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે પણ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સને ઉમેદવાર જાહેર કર્યા છે. આવી પરિસ્થિતિમાં બંને રિપબ્લિકન ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ડેમોક્રેટ્સ હજી પણ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી અંગે મૂંઝવણમાં છે. ટ્રમ્પ આ મૂંઝવણ અંગે ડેમોક્રેટ્સ અને બિડેનને નિશાને બનાવતા રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પાર્ટીમાં ઉમેદવારીને લઈને મતભેદો છે, પરંતુ કમલા હેરિસનું નામ હજી પણ મોખરે છે.

કમલા હેરિસ છે મજબૂત નેતા

એવું માનવામાં આવે છે કે કમલા હેરિસ ભારતીય હોવું તે તેમની સૌથી મોટી તાકાત છે. કમલાની માતા ભારતના તમિલનાડુ રાજ્યની હતી. ડેમોક્રેટ્સ કમલાની ભારતીય છબીને ભૂંસવા માંગે છે અને ટ્રમ્પને ચેલેન્જ કરવા માટે કમલાની છબી મહિલા અધિકારીઓ માટે મજબૂત મનોબળવાળી અને શક્તિશાળી નેતાની છે.

જ્યારે બીજી તરફ ટ્રમ્પની છબી મહિલાઓના મામલામાં એકદમ બદનામ માનવામાં આવે છે. આ સિવાય કમલાના પિતા જમૈકાના હતા. એટલે કે, આફ્રિકન વંશના અશ્વેત મતદારો પણ કમલા અને તેના પરિવારને પોતાના માને છે,આવા સમયે ડેમોક્રેટ્સને ફાયદો મળી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

બિડેનની નોટમાંથી થયો મોટો ખુલાસો

વૉશ્ગિંટન પોસ્ટના અહેવાલો અનુસાર બિડેનના હાથમાં જે નોટ જોવા મળી હતી, તેમાં કમલાના નામ નીચે પાંચ પોઈન્ટ હતા, તે કામ પુરું કરે છે. તેમણે અત્યાર સુધીમાં એક મહાન અભિયાન ચલાવ્યું છે, તે ખૂબ જ પ્રતિભાશાળી છે, તે દેશવાસીઓમાં આદરણીય છે અને તે બિડેનની ખાસ સાથી સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે બિડેનના બિયૂ અને કમલા સારા મિત્રો છે અને આ વાત પણ કમલાના પક્ષમાં જઈ શકે છે. બિયૂ ડેલાવેયરના પૂર્વ અર્ટોની જનરલ છે અને કમલાના ઘણા નજીકના છે. જો કો, કમલા ઘણી તેજ છે અને તે ઘણીવખત બિડેનની નીતિઓની સાર્વજનિક નિંદા પણ કરી ચૂકી છે.

જુઓ આ પણ વીડિયો: ધ્વજવંદનમાં ભાગ લેનારે ક્વોરન્ટાઈન થવા ફરમાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન