US military first India born female Muslim Chaplain graduates
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકન સેનામાં ચેપલેન બની ભારતની દીકરી, પોતાના નામે નોંધાવ્યો આ ખાસ રેકોર્ડ

અમેરિકન સેનામાં ચેપલેન બની ભારતની દીકરી, પોતાના નામે નોંધાવ્યો આ ખાસ રેકોર્ડ

 | 10:34 am IST
  • Share

ભારતીય નાગરિક ભલે ગમે ત્યાં રહેતા હોય પરંતુ આખી દુનિયામાં તેઓ પોતાની એક અલગ ઓળખ ઉભી કરે છે. પછી વાત અમેરિકાની હોય તો કહેવું જ શું? અમેરિકામાં ભારતીય સમુદાયના અનેક લોકોએ ટોચના પદો પર પહોંચીની કીર્તિમાન રચાયો છે. ભારતીય મૂળ (Indian Origin)ની મહિલાઓ પણ તેમાં પાછળ નથી. હવે આ લાઇનમાં ભારતની બીજી એક દીકરી સલેહા જબીનનું નામ જોડાયું છે. સલેહા જબીન (Saleha Jabeen) અમેરિકન સેના (US Military)માં ચેપલેન (Chaplain)બની છે. જબીને પોતાના નામે એક રેકોર્ડ પણ નોંધાવ્યો છે. આવો જાણીએ કોણ છે સલેહા જબીન અને શું છે તેમના નામે રેકોર્ડ

ભારતમાં જન્મેલી અને મોટી થયેલી સલેહા જબીને લગભગ 14 વર્ષ પહેલાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે પગ મૂકયો હતો. સલેહાને અમેરિકન સેનામાં ચેપલેન તરીકે નિમણૂક કરાઇ છે. ચેપલેન એટલે કે જે ધાર્મિક બાબતોમાં સલાહ આપે છે. આ જવાબદારી નિભાવનારી તે પહેલી ભારતીય મુસ્લિમ મહિલા છે. તે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયમાં ચૈપલેનની હેસિયતથી જોડાયેલી પણ પહેલી મુસ્લિમ મહિલા છે. તેના માટે જબીને એર ફોર્સ બેઝિક ચેપલેનમાં સ્નાતકનો કોર્સ કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં શિકાગોમાં કેથલિક થિયોલોજિકલ યુનિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાઈ હતી. 

અમેરિકાની સેના તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદન પ્રમાણે તેની ગ્રેજ્યુએશન સેરેમની પાંચમી ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ પ્રસંગે તેણે કહ્યું હતું કે, આ હોદ્દે મારી નિમણૂક થઈ તેનો મને ગર્વ છે. હવે હું કહી શકું છું કે સેના કોઈ પણ માટે સેવાનું ક્ષેત્ર હોઈ શકે છે. મને મારી ધાર્મિક આસ્થા સાથે ક્યારેય કોઈ સમાધાન કરવું પડ્યું નથી. મારી આસપાસ એવા લોકો છે જે મારું સન્માન કરે છે. એક મહિલા ધર્મગુરુ અને પ્રવાસી તરીકે મારી સાથે કામ કરવાને લઈને તેઓ ઉત્સાહિત છે. મને વ્યક્તિત્વ વિકાસની પણ અનેક તક અપાઈ છે. એટલે મને ધાર્મિક મામલામાં સલાહ આપવાની જવાબદારી મળી શકી છે.’

એરફોર્સ કોર્પ્સ કોલેજ સ્ટાફ ચૈપલેન કેપ્ટન જોન રિચર્ડસને કહ્યું કે અમારો હેતુ સ્નાતક સ્તરે ફ્રન્ટલાઈન ચેપલેન તૈયાર કરવાનો છે. તેમને એ રીતે તાલીમ આપવાની છે કે તેઓ પોતાના યુનિટમાં અધ્યાત્મિક સેવા આપી શકે. તેમનું એક જ લક્ષ્ય છે. એક એક એરમેનનું ધ્યાન રાખવાનું. જ્યારે ચેપલેન પ્રોફેશનલ રીતે એરમેનની દેખભાળ કરે છે ત્યારે જવાનોની બીજી ફરિયાદો પાછળ છૂટી જાય છે. વાયુસેના ચેપલેન કોર વિવિધતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે.

આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં રાજવી પરિવારે મતદાન કરવા લોકોને કરી અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન