us-military-planes-crash-off-japan-six-missing-after
  • Home
  • Featured
  • જાપાનમાં અમેરિકાના બે સૈન્ય વિમાનો અથડાયા, 6 લોકો ગુમ

જાપાનમાં અમેરિકાના બે સૈન્ય વિમાનો અથડાયા, 6 લોકો ગુમ

 | 8:09 pm IST

જાપાનમાં ગુરુવારે બળતણ ભરવા દરમ્યાન બે અમેરિકન વિમાન એફ -18 ફાઇટર વિમાન અને સી-130 ટેન્કર વિમાન અથડાઇ પડયા હતા. આ અકસ્માતને પગલે 6 નૌસૈનિકો લાપત્તા છે.

અમેરિકી સરંક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે અકસ્માત જાપાનના કિનારાથી લગભગ 300 કિલોમીટર દૂર થયો હતો. એક એરમેનને બચાવી લેવાયો છે.

જો કે બાકીના નૌસૈનિકો અંગે કોઇ જાણકારી મળી નથી. નૌસૈનિકોનો પત્તો મેળવવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. એ માટે ડોક્ટર ક્રૂ મેમ્બર્સ પણ મદદ કરી રહ્યા છે. એમ જણાવાય છે કે સી-130 વિમાનમાં 5 અને એફ-18માં બે જવાનો તહેનાત હતા. જાપાને પણ મરીન્સને શોધવા માટે ૪ વિમાન અને ત્રણ જહાજ મોકલ્યા છે.

જાપાને કરેલી મદદ બદલ અમેરિકાએ તેનો આભાર માન્યો છે. અમેરિકન નૌસેનાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને જહાજોએ ઇવાકુની મરીન કોર્પ્સ એર સ્ટેશન પરથી ઉડ્ડયન શરુ કર્યું હતું. આ પ્રકારના ઉડ્ડયન નિયમિત તાલિમનો એક ભાગ છે, પરંતુ ગુરુવારે અકસ્માત થયો હતો. અકસ્માતની તપાસ ચાલુ છે.

અમેરિકાએ જણાવ્યું હતું કે જાપાનમાં ૫૦ હજાર સૈનિકો છે અને દુર્ધટનાને સામાન્ય ગણી શકાય નહીં. નવેમ્બરમાં જ અમેરિકન નેવી લડાકૂ વિમાન જાપાનના સમુદ્રમાં દુર્ધટનાગ્રસ્ત થઇ ગયું હતું. જો કે તેમાં બે ક્રૂ સભ્યોને બચાવી લેવાયા હતા.

અગાઉ પણ થયા હતા અકસ્માતો
આ પહેલાં પણ અમેરિકાના ઓસ્પ્રે હેલિકોપ્ટરમાં કેટલીક ખામી બહાર આવી હતી. હેલિકોપ્ટરની કેટલીક વખત આપાતકાલીન લેન્ડિંગ કરવવા ઉપરાંત એક વખત ક્રેશ અને ચોપરનો હિસ્સો તુટીને જાપાનની શાળા પર પડયો હોવાનો બનાવ પણ નોંધાયો છે. આ ઘટનાઓને પગલે અમેરિકા અને જાપાનની વચ્ચે તણાવ પેદા થયો હતો. જાપાનના નાગરિકોએ અમેરિકન બેઝ પર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.