US Moderna Tells Price It Will Charge For Corona Vaccine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ટુંક સમયમાં જ આ કંપની લાવવા જઈ રહી છે કોરોનાની વેક્સીન, કિંમતો પણ કરી દીધી જાહેર

ટુંક સમયમાં જ આ કંપની લાવવા જઈ રહી છે કોરોનાની વેક્સીન, કિંમતો પણ કરી દીધી જાહેર

 | 12:30 pm IST

અમેરિકાની મોડર્ના ઈંક (Mordena Inc.) એ કોરોના વાયરસ (Corona Virus)નો સામનો કરવા માટેની વેક્સીન બનાવી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તેમની વેક્સીન કોરોનાના સંક્રમણથી વચાવવામાં 94.5 ટકા સફળ સાબિત થઈ છે. આ દરમિયાન કંપનીએ કહ્યું હતું કે, મોડર્ના વેક્સીનના ડૉઝ માટે સરકાર પાસેથીમાત્ર 25 થી 27 અમેરિકી ડૉલર ભારતીય રૂપિયા પ્રમાણે 1854 થી 27444 રૂપિયા વસુલશે. 

મોર્ડર્નાના CEO સ્ટેફન બાંસેલે (Stéphane Bancel) જણાવ્યું હતું કે, કોરોના વેક્સીનની કિંમત તેની માંગણી પર નિર્ભર કરે છે. અમારી વેક્સીનની કિંમત 10થી50 ડોલર એટલે કે 741.63 થેહે 3708.13 રૂપિયા હોઈ શકે છે. એક સમાચાર એજન્સી પ્રમાણે યૂરોપિયન યૂનિયનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યૂરોપિયન યૂનિયનને વેક્સીનના લાખો ડોઝની જરૂર પડશે. યૂરોપિયન યૂનિયનને પ્રત્યેક ડોઝ 25 ડોલર એટલે કે 1854 રૂપિયામાં પડશે.

યૂરોપિયન યૂનિયન (European Union) સાથે વેક્સીનના ડૉઝની ડીલને લઈને બાંસેલે કહ્યું હતું કે, ત્યાર સુધી લેખિત રીતે કે ઔપચારીક રીતે કોઈ સમજુતિ થઈ નથી પણ અમે યૂરોપિયન કમિશન સાથે વાતચીત ચલાવી રહ્યાં છીએ અને ઘણાખરા અંશે સમજુતિને આખરી ઓપ આપવાની તૈયારીમાં છીએ. અમે યૂરોપમાં આ વેક્સીન પહોંચાડવા માંગીએ છીએ અને વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. 

મોર્ડર્નાના જણાવ્યા પ્રમાણે ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના ડેટામાં જાણવા મળ્યું છે કે, તેમની વેક્સીન કોરોના વાયરસથી બચાવવામાં 94.5 ટકા સફળ સાબિત થઈ છે. અમેરિકાની મોડર્ના કંપનીનું કહેવું છે કે, તેમની વેક્સીન mRNA-1273 ટુંક સમયમાં જ બજારમાં આવી જશે.

કંપનીએ આશા સેવી છે કે, તે આ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીનના 2 કરોડ ડોઝ બનાવી લેશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, આગામી વર્ષ સુધીમાં સો કરોડ ડોઝ તૈયાર કરી લેશે પરંતુ લોકો સુધી આ વેક્સીનને પહોંચાડવા માટે મોડર્નાએ અનેક પડકારોનો સામનો કરવો પડશે. કંપની ટૂંક સમયમાં જ અમેરિકી સરકાર પાસે વેક્સીનના ઉપયોગની મંજુરી માંગશે. હાલ જુલાઈ મહિનાથી યૂરોપીયન યૂનિયન કોરોના વેક્સીન મેળવવાને લઈને વાતચીત કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન