US On Chinese Activity Along Ladakh Boundary
  • Home
  • Featured
  • લદ્દાખ મામલે USએ ભારતનો ખુલ્લેઆમ પક્ષ લઈ કહ્યું- દુનિયા માટે ખતરો બની રહ્યું છે ચીન

લદ્દાખ મામલે USએ ભારતનો ખુલ્લેઆમ પક્ષ લઈ કહ્યું- દુનિયા માટે ખતરો બની રહ્યું છે ચીન

 | 10:33 pm IST

ભારત સાથે સિક્કીમ અને લદ્દાખ સરહદે ચીને ઉંબાડીયા આદર્યા છે. ત્યારે અમેરિકાએ પણ આ મામલે ખુલીને ભારતનો પક્ષ લીધો છે. અમેરિકાએ ભારતનો પક્ષ લેતા ચીનને બરાબરનું ખખડાવ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે, ચાહે લદ્દાખ હોય કે દક્ષિણ ચીન સાગર, ચીન સરહદી વિવાદ વકરાવી રહ્યું છે. ચીન દ્વારા આ વિવાદ ખતરારૂપ છે.

દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોમાં નિવર્તમાન ઉમ પંત્રી એલિસ વેલ્સનું આ નિવેદન જમીન અને હવા દ્વારા ચીનની ઘુષણખોરીની અનેક ઘટનાઓ બાદ આવ્યું છે. જેમાં લદ્દાખમાં ચીન અને ભારતના સૈનિકો સામ સામે આવી જવાની ઘટનાનો પણ ઉલ્લેખ છે.

દક્ષિણ ચીન સમુદ્ર, કોરોના અને તાઈવાન મામલે ચીન અને અમેરિકા સામ સામે છે. બંને દેશોએ તો સંભવિત યુદ્ધને લઈને તૈયારીઓ પણ હાથ ધરી દીધી છે. હવે અમેરિકાએ ભારતનો પક્ષ લઈને ચીનને ટપાયું છે. લદ્દાખ સરહદે ભારતના સૈનિકો સાથે ચીને કરેલા ઉંબાડીયાનો ઉલ્લેખ કરતા અમેરિકાએ કહ્યું હતું કે, ચીન દ્વારા ઉશ્કેરણીજનક અને હેરાગતિ પ્રકારનો વ્યવહારથી સવાલ ઉભા થાય છે કે, બેઈજીંગ પોતાની તાકાતનો ઉપયોગ કઈ રીતે કરવા ધારે છે. માટે જ એક સમાન વિચારધારા ધરાવતા દેશો અમેરિકા, જાપાન અને ભારત ત્રિપક્ષીય સંબંધો દ્વારા એકજુથતા તે પછી ભલે એશિયાનમાં હોય કે અન્ય રાજનૈતિક સમૂહોમાં હોવા મળે છે.

દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોમાં નિવર્તમાન ઉમ પંત્રી એલિસ વેલ્સે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડીયાથી ચીન ગૈલવાન નદી પાસે ટેંટ લગાવી રહ્યું હોવાના અહેવાલ સામે આવતા ભારતે પણ આ વિસ્તારમાં પોતાના સૈનિકો ખડકી દીધા છે. વર્ષ 1962 દરમિયાન સંઘર્ષનું કેન્દ્રબિંદુ રહેલુ આ સ્થળ વર્તમાનમાં પણ ફરીથી ચીનના આક્રમક વલણનું સાક્ષી બની રહ્યું છે. ચીને અહીં બાંધકામ પણ વેગીલું બનાવી દીધું છે.

આમ અમેરિકાએ પણ ભારતનો પક્ષ લઈને ચીનને પડકાર્યું છે. અત્યાર સુધી તો ચીન અને અમેરિકા દક્ષિણ ચીન સાગર, કોરોના વાયરસ અને તાઈવાનને લઈને સામ સામે હતાં. હવે તેમાં લદ્દાખ પ્રકરણ પણ ઉમેરાયું છે. થોડા દિવસ પહેલા જ લદ્દાખ અને સિક્કીમ સરહદે ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતાં. લદ્દાખમાં તો બંને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી જેમાં ચીનના 7 અને ભારતના 4 સૈનિકો ઘાયલ થયા હતાં. ત્યાર બાદ ચીને આ વિસ્તારમાં બે હેલિકોપ્ટર ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો પણ ભારતે જવાબમાં બે યુદ્ધ વિમાનો રવાના કરતા ચીની હેલિકોપ્ટરો પાછા ફરી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન