US Pandemic Tech Innovation Fellowship to Gujarat's Dr. Angel Desai
  • Home
  • Featured
  • વધુ એક ગુજરાતીએ અમેરિકામાં વગાડ્યો ડંકો, કોરોનાની મહામારી સામે સોંપાઈ મહત્વપુર્ણ જવાબદારી

વધુ એક ગુજરાતીએ અમેરિકામાં વગાડ્યો ડંકો, કોરોનાની મહામારી સામે સોંપાઈ મહત્વપુર્ણ જવાબદારી

 | 7:20 am IST

મૂળ વલસાડના તબીબ માતા-પિતાની ડોક્ટર દીકરીએ સમગ્ર દેશ અને અનાવિલ સમાજનું નામ અમેરિકામાં રોશન કર્યુ છે. ડૉ. એંજલ દેસાઇને વર્ષ ૨૦૨૦-૨૧ માટે પેડેમિકટેક ઇનોવેશન (નવીન શોધ) ફેલોશિપની નવાજેશ કરવામાં આવી છે. જેથી, તેઓ કોરોના જેવી મહામારીના અવરોધ માટે વાસ્તવિક પ્રતિકારક અને ક્રિયાત્મક પગલાં લેવા માટે વૈશ્વિક સ્તરે સૂચનો આપવા કાર્યરત રહી શકે.

ડૉ. એંજલ દેસાઇ ચેપી રોગો માટેના નિષ્ણાંત ફિઝિશિયન છે. પેડેમિકટેક એ, અમેરિકાના ઓસ્ટિન, ટેક્સાસમાં કાર્યરત નૂતન આવિષ્કાર માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ એવા સમર્પિત સંશોધકો માટેની સંસ્થા છે. વર્ષ ૨૦૧૬થી શરૂઆત થયેલી આ સંસ્થામાં એક લાખ યુ.એસ. ડોલરની આ ફેલોશિપની સહાયથી ડો. એંજલ દેસાઇ, ProMED Team- ઇમ્પિરિયલ કોલેજ, લંડન અને હાર્વર્ડ હેલ્થમેપના સહયોગીઓ સાથે કોવિડ-૧૯ માટે અસરકારક પ્રતિકારક પગલાં માટે કામ કરશે.

ચેપીરોગો માટેના નિષ્ણાંત ફિઝિશિયન એવા ડો. એંજલ દેસાઇ, આવી ઊભરતી મહામારીના પ્રતિકાર માટે અનૌપચારિક તપાસ પદ્ધતિ નક્કી કરવા માટે ઉત્સુક સંશોધક પણ છે. તેમણે વર્ષ ૨૦૦૭માં વિદેશી સેવા માટે વિજ્ઞાન શાખામાં સ્નાતક કર્યુ અને ૨૦૧૩માં યુનિ. ઓફ ઇલિનોઇસ, શિકાગોથી M.D. કર્યુ હતું. તેમને પબ્લિક હેલ્થ માટેની માસ્ટર્સ ડિગ્રી, હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાંથી મળી છે. ડો. એંજલ દેસાઇના પિતા ડો. નરેન દેસાઇ ઇ.એન.ટી. સર્જન છે. માતા ડો. રેણુકા દેસાઇ પીડિયાટ્રિશિયન છે. ડો. એંજલ દેસાઇના જીવનસાથી બેન્જામિન કારને પણ તબીબ છે.

આ વીડિયો પણ જુઓઃ બ્રાન્ડેડ કંપનીના એન્ટીસેપ્ટિકનો જથ્થો મળી આવ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન