US: Patient Develops 'Black Hairy Tongue' From Medication
  • Home
  • Featured
  • OMG: મહિલાની જીભ પર અચાનક જ ઉગવા લાગ્યા વાળ, અને પછી…

OMG: મહિલાની જીભ પર અચાનક જ ઉગવા લાગ્યા વાળ, અને પછી…

 | 12:07 pm IST

મોટાભાગે દવાઓની સાઇડ ઇફેકટના લીધે ડૉકટર અને મેડિકલ સાયન્સની સામે પડકારો ઉભા થતા હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં આવ્યો છે જેને લઇ ડૉકટર હેરાન-પરેશાન થઇ ગયા છે. આ અજીબો ગરીબો કિસ્સો એક 55 વર્ષની મહિલા સાથે થયો છે, તેની જીભ પર વાળ ઉભી ગયા. ઘટના એ સમયની છે જ્યારે એક અકસ્માત બાદ મહિલા સારવાર માટે સેન્ટ લુઇસ હોસ્પિટલ પહોંચી. ત્યારબાદ ત્યાં આપવમાં આવેલી એક દવાની સાઇડ ઇફેકટના લીધે તેની જીભ પર વાળ ઉગી ગયા.

વૉશિંગ્ટનની સેંટ લુઇસ હોસ્પિટલના ડૉક્ટર્સે કહ્યું કે એક્સીડન્ટ બાદ મહિલાને બંને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેના પગમાં ઇન્ફેકશન ફેલાઇ ગયું હતું. ત્યારબાદ સારવાર દરમ્યાન બેકટેરિયાથી લડવા માટે તેને ઇંટ્રાવીનસ મેરોપેનેમ અને ઓરલ માઇનોસાઇકન્લાઇન નામની એન્ટીબાયોટિક દવા અપાઇ હતી. આ દવાના લીધે એક સપ્તાહની અંદર મહિલાના જીભ પર કાળી રૂંવાટી આવવા લાગી, સાથો સાથ તેના મોંમાં પણ ખૂબ જ ખરાબ સ્વાદ પણ આવવા લાગ્યો.

ડૉકટર્સે તપાસ કરી તો ખબર પડી કે માઇનોસાઇક્લાઇન દવાની સાઇડ ઇફેક્ટના લીધે આમ થઇ રહ્યું છે. ડૉકટર્સના મતે આ બીમારીને ‘બ્લેક હેયરી ટંગ’ નામથી ઓળખાય છે. જો કે આ એક અસ્થાયી સમસ્યા હોય છે અને તેનાથી કોઇ નુકસાન પણ થતું નથી. સામાન્ય રીતે તે મોંની વ્યવસ્થિત રીતે સફાઇ ના કરો તો આ થવા લાગે છે.

મહિલાના મોં આ સમસ્યા એટલા માટે થઇ હતી કારણ કે એન્ટીબાયોટિકના લીધે તેના મોંમાં થનાર સામાન્ય બેક્ટેરિયામાં ફેરફાર થયો હતો. આ સિવાય આ મુશ્કેલી મોંની સાફ-સફાઇ ના કરવા પર, મોં સૂકાયેલું રહેતા, તમાકુ, વધુ દારૂ પીવા કે સોફ્ટડ્રિંક પીવાથી પણ થઇ શકે છે. બ્લેક હેયરી ટંગમાં જીત કાળી, લીલી, પીળી કે કયારેક-કયારેક સેફદ પણ થઇ જાય છે. એટલે સુધી કે તેના પર વાળ પણ આવવા લાગે છે. તેના લક્ષ્ણોમાં મોં માં ધાતુ જેવો સ્વાદ, દુર્ગંધ આવવા પણ સામેલ છે. આ સમસ્યા થયા બાદ ડૉકટર્સે મહિલાની માઇનોસાઇક્લાઇન દવા બંધ કરી તેને એક નવી દવા પ્રિસ્ક્રાઇબ કરી દીધી. સાથો સાથ તેને સારી રીતે મોં ની સાફ-સફાઇ કરવા માટે કહ્યું. ત્યારબાદ એક મહિનાની અંદર મહિલાની જીભ ફરી વ્યવસ્થિત થઇ ગઇ હતી.