અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર સાધ્યું નિશાન, આપી ખુલ્લી ધમકી - Sandesh
  • Home
  • Featured
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર સાધ્યું નિશાન, આપી ખુલ્લી ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર સાધ્યું નિશાન, આપી ખુલ્લી ધમકી

 | 6:24 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દુનિયાના કેટલાક દેશો પર અમેરિકાના વ્યાપારને લૂંટવાનો આરોપ પગાવ્યો છે. આ દેશોમાં તેમણે ભારતનું નામ પણ શામેલ કર્યું છે. ટ્રમ્પે અમેરિકી સામાનો પર વધારે ટેક્ષનો હવાલો આપતા ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારત કેટલાક અમેરિકી ઉત્પાદનો પર 100 ટકા ટેક્ષ વસુલી રહ્યો છે.

કેનેડાના ક્યૂબેક શહેરમાં જી 7 શિખર સમ્મેલન બાદ ટ્રમ્પે અમેરિકાને લૂંટી રહેલા દેશો સાથે વ્યાપાર સંબંધો સમાપ્ત કરવાની પણ ચેતવણી આપી દીધી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર સમ્મેનલનાં કહ્યું હતું કે, અમેરિકા એક એવો દેશ છે જેને દરેક લૂંટી રહ્યાં છે. ભારતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે સંકેત આપ્યાં છે કે, ટેક્ષના દરોને લઈને તેમની ચિંતાઓ માત્ર વિકસીત અર્થવ્યવસ્થાઓ સુધી જ મર્યાદીત નથી. આ માત્ર જી 7 પુરતી મર્યાદીત નથી. ભારત પણ કેટલાક ઉત્પાદનો પર 100 ટકા ટેક્ષ વસુલે છે. સામે અમે કંઈ જ નહીં. અમે આ ના ચલાવી શકીએ. માને અમે આ દેશો સાથે વાતચીત કરી રહ્યાં છીએ.

ટ્રમ્પે ખાસ કરીને ભારતના વિષયમાં હાર્લી ડેવિડસન મોટરસાઈકલો પર વસુલવામાં આવતા ઉંચા ટેક્ષનો મુદ્દો આ અગાઉ પણ અનેકવાર ઉઠાવી ચુક્યા છે. તેઓ અમેરિકામાં આયાત થતી હજારો ભારતીય મોટરસાઈકલ પર આયાત ડ્યૂટી વધારવાની ચેતવણી પણ આપી ચુક્યાં છે. હવે નવેસરથી ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, કાં તો આ બધું અટલશે, અથવા તો અમે તેમની સાથે વ્યાપાર બંધ કરી દઈશું.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત-અમેરિકાના સંબંધો ઘણા વર્ષો બાદ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યાં છે. બંને દેશોનો દ્વિપક્ષીય વ્યાપાર પણ ગત વર્સઃએ વધીને 125 અબજ ડૉલર રૂપિયા થઈ છે જે એક વિક્રમ છે.