પરમાણું સમજુતી તોડતા જ ઈરાને અમેરિકાને આપી ચેતવણી - Sandesh
NIFTY 11,389.45 +2.35  |  SENSEX 37,665.80 +-26.09  |  USD 68.6800 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પરમાણું સમજુતી તોડતા જ ઈરાને અમેરિકાને આપી ચેતવણી

પરમાણું સમજુતી તોડતા જ ઈરાને અમેરિકાને આપી ચેતવણી

 | 9:48 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની ઐતિહાસિક પરમાનું સમજુતીને ફગાવી દીધી છે. ગિન્નાયેલા ઈરાને પણ તત્કાળ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જો આ સમજુતી નિષ્ફળ ગઈ તો તે પહેલા કરતા અનેક ગણા યૂરેનિયમનું સંવર્ધન કરશે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ એંટોનિયો ગુટરેસએ પરમાણું સમજુતી સાથે સંકળાયેલા તમામ દેશોને અપીલ કરી છે કે તે આ સમજુતી સાથે જોડાઈ રહે.

ટ્રમ્પે ભારતીય સમયાનુંસાર અડધીરાત્રે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, ‘મારા માટે એ સ્પષ્ટ છે કે અમે ઈરાનના પરમાણું બોમ્બને રોકી ન શકીએ. ઈરાન સમજુતિ મૂળ રૂપે દોષયુક્ત છે. તેથી હું આજે ઈરાન સમજુતીથી અમેરિકા અલગ થઈ રહ્યું હોવાની જાહેરાત કરુ છું. આ સાથે જ તેમણે ઈરાન વિરૂદ્ધ નવા પ્રતિબંધો પર પણ હસ્તાક્ષર કર્યા અને સાથે એવી પણ ચેતવણી આપી હતી કે જે કોઈ પણ ઈરાનને મદદ કરશે તેમણે પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

ડૉનાલ્ડ ટ્રમ્પે યૂરોપિયન સહયોગીઓ અને અમેરિકાના ટોચના ડેમોક્રેટિક નેતાઓની સલાહને ફગાવતા આ ઈરાનની પરમાણું સમજુતી ફગાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન જ ટ્રમ્પે ઓબામાના સમયે થયેલી ઈરાન સમજુતી ફગાવી અનેકવાર જાહેરમાં તેની ટીકા કરી હતી. તેમને આ સમજુતીને અયોગ્ય ગણાવી હતી. આ સમજુતીને આખરી ઓપ આપનારા તત્કાલિન અમેરિકી વિદેશ મંત્રી જૉન કેરી હતાં.

ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકમાંથી જ પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ બાબતને એક ગંભીર ભુલ ગણાવી છે અને સાવચેત કર્યા છે કે, તેનાથી અમેરિકાની વૈશ્ચિક વિશ્વસનીયતાને નુંકશાન પહોંચશે. જ્યારે રશિયાનું કહેવું છે કે, તે ટ્રમ્પના નિર્ણયથી ખુબ જ નિરાશ છે.

ઈરાને પણ અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો આ સમજુતિ નિષ્ફળ રહી તો ઈરાન પહેલા કરતા પણ અનેકઘણા યુરેનિયમનું સંવર્ધન કરશે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2015માં ઓબામા પ્રશાસન સમયે અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન, ફ્રાંસ અને જર્મની સાથે મળીને ઈરાને આ સમજુતિ કરી હતી. સમજુતી અનુંસાર ઈરાને પોતાના સંવર્ધિત યૂરેનિયમના ભંડારને ઘટાડવાનો હતો અને પોતાના પરમાણું રિએક્ટર્સને વિશ્વના દેશો માટે દેખરેખ માટે ખોલવાના હતાં. બદલામાં તેના પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં આંશિક છુટ આપવાની હતી. પરંતુ ડૉનાલ્ડ ટ્રમ્પનો આરોપ છે કે, ઈરાન દુનિયાની નજરથી છુપાવીને પોતાનો પરમાણું કાર્યક્રમ યથાવત રાખ્યો છે.