us-president-donald-trump-cites-indian-origin-cop-murder-in-plea-for-wall
  • Home
  • Featured
  • ‘ક્રિસમસ બાદ અમેરિકાનું હૃદય ભાંગી ગયું, ભારતીય ઓફિસરની ગેરકાયદે ઇમિગ્રન્ટે કરી હત્યા’

‘ક્રિસમસ બાદ અમેરિકાનું હૃદય ભાંગી ગયું, ભારતીય ઓફિસરની ગેરકાયદે ઇમિગ્રન્ટે કરી હત્યા’

 | 12:58 pm IST

મેક્સિકોના સરહદે ગેરકાયેદસર રીતે પ્રવેશ કરતા અમેરિકી ડોનાલ્ડ્ર ટ્રમ્પ દિવસેને દિવસે આકરા પગલા ભરી રહ્યા છે. મેક્સિકો સરહદે ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા માટે ટ્રમ્પે સરહદ નજીક એક દિવાસ ઉભી કરવા દેશવાસીઓ પાસે 5.7 બિલિયન ડોલર ફંડની માંગણી કરી છે. તેમણે એક ટીવી કાર્યક્રમમાં સરહદ નજીકની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે, ભારતીય મૂળના પોલીસ ઓફિસર કોર્પોરલ રોનીલ ‘રોન’ સિંઘનું ગેરકાયદે ઇમિગ્રન્ટે ગોળી મારી હત્યા કરી દીધી હતી.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, 33 વર્ષીય કોર્પોરલ રોનીલ રોન સિંઘની ત્યારે હત્યા કરવામાં આવી, જ્યારે નવા વર્ષે ટ્રાફિક ચેકિંગ દરમિયાન ખોટી રીતે ઇમિગ્રન્ટ ગુસ્તાવો પેરેઝ એરીંગાઓ ભાગવાની ફિરાકમાં ફાયરિંગ કર્યું હતું. ગુસ્તાવો પોતાના દેશ પાછો મેક્સિકો ભાગવા માંગતો હતો.

ટ્રમ્પે આ હત્યા વિશે જણાવ્યું કે, જ્યારે કેલિફોaર્નિયામાં એક યુવાન પોલીસ ઓફિસરની ગેરકાયદે એલિયને ક્રૂર હત્યા કરી ત્યારે અમેરિકાનુ હૃદય તૂટી ગયું. નવા વર્ષે આવા સમાચાર અમારા માટે ખરાબ હતા. એક અમેરિકન પોલીસ જવાનનો જીવ તે વ્યક્તિએ લીધો જે દેશમાં ગેરકાદેસર રીતે રહેતો હતો.

આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોલીસ ઓફિસર રોનીલ સિંઘની પત્ની સાથે વાતચીત કરી હતી. આ સિવાય રોનીલના સહકર્મચારીઓ સાથે ન્યૂમેન પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ વાતચીત કરી હતી. ટ્રમ્પે રોનીલ સિંઘની કામગીરીની પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન