ડોનાલ્ડ ટ્રમ્પનો 'આ' નિર્ણય યુરોપિયન સંઘ અને ચીનમાં બદલાની ભાવના ભડકાવશે - Sandesh
NIFTY 10,451.35 +29.95  |  SENSEX 33,992.82 +74.88  |  USD 64.9400 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ડોનાલ્ડ ટ્રમ્પનો ‘આ’ નિર્ણય યુરોપિયન સંઘ અને ચીનમાં બદલાની ભાવના ભડકાવશે

ડોનાલ્ડ ટ્રમ્પનો ‘આ’ નિર્ણય યુરોપિયન સંઘ અને ચીનમાં બદલાની ભાવના ભડકાવશે

 | 10:10 am IST

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ડયૂટી વધારવાનો નિર્ણય યુરોપિયન સંઘ અને ચીનમાં બદલાની ભાવના ભડકાવશે અને તેને પગલે વ્યાપાર યુદ્ધ ભડકાવશે અને તે વૈશ્વિક આર્થિક વિકાસને રૂંધશે એમ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગે જણાવ્યું હતું.

એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં અમેરિકાએ વધારેલી ડયૂટીની અસર લઘુતમ જોવા મળશે. ઉપરાંત કોર્પોરેટ સેક્ટરમાં તેની મિશ્રિત અસર પડશે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અમેરિકાના આ પગલાંની સૌથી મોટું જોખમ એ છે કે તેનાથી અમેરિકાના વ્યાપાર ભાગીદાર એવા યુરોપિયન સંઘ અને ચીન બદલાના પગલાં ભરશે, જેનાથી વ્યાપાર યુદ્ધ ભડકી ઊઠશે એમ છે. જે અમેરિકાની નિકાસને અસર પડશે, તેમજ વૈશ્વિક વ્યાપાર અને વૈશ્વિક આર્થિક વિકાસ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે.

અમેરિકાની નિકાસને વાંધો નહીં આવે: વ્યાપાર નિષ્ણાતોનો મત
અમેરિકાએ ગયા અઠવાડિયે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો ઉપરની આયાત ડયૂટી વધારીને અનુક્રમે ૨૫ ટકા અને ૧૦ ટકા કરી છે. વ્યાપાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી અમેરિકાના આ ઉત્પાદનોની નિકાસ પર અસર કરે એમ નથી. આમ છતાં તેઓએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે આ પ્રકારના પગલાંથી વૈશ્વિક વ્યાપારને અસર પડશે.